Western Times News

Gujarati News

સુરતમાં બલેશ્વર ગામ પાસે મોપેડથી ભરેલા કન્ટેનર સાથે સ્વિફ્ટ કાર અથડાતા બે યુવાન ભડથું

Files Photo

સુરત, સુરતમાં ચલથાણ બલેશ્વરગામ નજીક મોપેડથી ભરેલા કન્ટેનરમાં સ્વિફ્ટ કાર ઘૂસી જતાં થયેલા જાેરદાર બ્લાસ્ટમાં કારચાલક સહિત બે સળગીને ભથ્થું થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી કન્ટેનર અને કારની આગને કાબૂમાં લીધી હતી. પોલીસ તપાસમાં બર્નિંગ કારમાં ભથ્થું થઈ ગયેલા બન્ને યુવાન મિત્રો હોવાનું અને બહાર જમવા જતાં કાળનો કોળિયો બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. મધરાત્રે બનેલા ગમખ્વાર અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ મધરાત્રિના ૨ઃ૧૧ વાગ્યાની હતી. બલેશ્વર ગામના હાઇવે પર કન્ટેનર અને કાર વચ્ચેના અકસ્માત બાદ બન્ને વાહનો સળગી ગયાં હોવાના કોલ બાદ ફાયરની ટીમ દોડી ગઈ હતી.

બર્નિંગ વાહનો પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધા બાદ સ્વિફ્ટ કારમાંથી બે યુવાન મૃતદેહ સળગીને ભથ્થું થઈ ગયેલી હાલતમાં મળી આવતાં કામરેજ પોલીસે તપાસ હાથ ધરી હતી. શીતલ (હેડ કો. કામરેજ)એ જણાવ્યું હતું કે બે વાહનો અકસ્માત બાદ સળગી ગયાં હોવાની માહિતી મળતાં ભાગદોડ મચી ગઇ હતી. કન્ટેનરમાં બાઈક અને મોપેડ ભરેલાં હતાં. સ્વિફ્ટ કાર સાથે અકસ્માત થયો હતો. સ્વિફ્ટ કાર કન્ટેનરની ડીઝલ ટાંકી સાથે અથડાયા બાદ થયેલા બ્લાસ્ટમાં બન્ને વાહનો સળગી ગયાં હતાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કારસવાર બન્ને યુવાનોનાં મોત નીપજ્યાં હતાં. તપાસમાં એકનું નામ સોનુકુમાર સરોજ સિંગ (કારચાલક) (ઉં.વ. ૨૪, રહે- જલારામનગર, ચલઠાણ) અને બીજાે એનો મિત્ર સતીશ ઉર્ફે સતિયો બાબુ નાયક (ઉં.વ. ૨૨, રહે- એજન) હોવાનું બહાર આવ્યું હતું. બન્નેના પરિવારની શોધખોળ થઈ ગઈ છે. કામરેજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રવીણ પટેલે (ફાયર ઓફિસર કામરેજ) જણાવ્યું હતું કે મોપેડ ભરેલા કન્ટેનરની ડીઝલ ટેન્કમાં કાર ભટકાઈ હતી, એ બાદ બ્લાસ્ટ થતાં બન્ને વાહનો આગની લપેટમાં સપડાઈ ગયાં હોય શકે છે, એમ કહી શકાય છે. એટલું જ નહીં, પણ કારસવાર મિત્રો આગને લઈ બહાર ન નીકળી શકતાં સળગીને ભથ્થું થઈ ગયા હોય એ વાતને પણ નકારી શકાય નહીં.

જાેકે હાલ તપાસનો વિષય છે. મુન્નાભાઈ (મૃતકના ભાઈ) એ જણાવ્યું હતું કે, અમે ત્રણ ભાઈઓમાં સોનુ બીજા નંબરનો ભાઈ હતો. કાર ડ્રાઇવિંગ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. રાત્રે મિત્રનો જન્મ દિવસ હતો. મિત્ર બહાર ગામ હોવાથી સોનુ એના બીજા મિત્ર સતીશ સાથે હોટેલમાં જમવા ગયા હતા. અકસ્માત બાદ કાર નંબરને લઈ ઘરે કોઈ કહેવા આવ્યું ત્યારે ખબર પડી કે, સોનુંની કારને અકસ્માત નડ્યો છે. દોડીને જતા કાર અને કન્ટેનર સળગી રહ્યા હતા. અકસ્માતને લઈ કંઈ જ ખબર નથી. પરિવાર શોકમાં ગરકાવ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.