Western Times News

Gujarati News

સુરતમાં બહેનની છેડતી કરનારા લુખ્ખાઓને ઠપકો આપવા ગયેલા ભાઈની હત્યા

Youth suicide in bus

Files Photo

સુરત, સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે અને તે પણ સામાન્ય બાબતે હત્યાની ઘટના બનતી હોય છે ત્યારે ૨૪ કલાકમાં બીજી સચિન વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

જાે કે પોતાની બહેનની છેડતી કરનાર પાડોશી યુવાનોને સમજાવવા ગયેલા બેનના એકના એક ભાઈની પાડોશી યુવાનોએ અત્યારમાં આવી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જાેકે અત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત વાહનોની ઘટના સામે આવી રહી છે તેમાં પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્ક્રીયતાને લઈને શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે જાેકે સામાન્ય બાબતે ઘટનાને હજુ તો ચોવીસ કલાક થયા નથી ત્યાં તો સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે જાેકે આ યુવકને બેનને પડોશમાં રહેતા કેટલાક યુવાનો છેડછાડ કરતા હતા.

આ બાબતની જાણકારી ભાઈ ને મળતા ભાયા પડોશી યુવાનોને સમજાવવા ગયો હતો. જાેકે, સમજાવા ને લઈને વાતચીત દરમિયાન મામલો ઉશ્કેરાયો હતો અને પડોશી યુવાનોએ આ યુવાને ચપ્પુના ત્રણ જેટલા ઘા મારી ત્યાંથી ભાગી છૂટયા હતા જાેકે યુવાનને સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

જાેકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જા યુવાનો આ ભાઈના બહેનની છેડતી કરવા સાથે તેના શરીર પર પહેરેલી સાડી ઉતારતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યાં પહોંચી જતો અને યુવાનોએ ભેગા થઈને આ બેન ના એકના એક ભાઈને હથિયારોના ઘા મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જાેકે સમગ્ર મામલાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ઉભો થયો હતો.આ વચ્ચે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

સુરતના લિંબાયત વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે ગિરિરાજ નગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ મારુતિ નગરના પ્લોટ નંબર ૨૫ પાસેથી ધર્મેશ નામનો યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ જેટલા જાય ત્યાં આવ્યા હતા અને ધર્મેશના આવ્યા બાદ પ્રથમ તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને ત્યાર બાદ આવેશમાં આવી જરૂરી એવા કોઈ તીક્ષ્?ણ હથિયાર વડે ધર્મેશના પેટના ઉપરાછાપરી ઘા મારી તેની ઘાતકી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.