Western Times News

Gujarati News

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર પાડોશી નીકળ્યો

સુરત, સુરત શહેરના સચિન જીઆઇડીસીમાં ચાર વર્ષની બાળકીને સંતરા ખવડાવવાની લાલચે બાવળના જંગલમાં લઇ જઇ દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે મહોલ્લામાં રહેતા ૩૯ વર્ષીય હનુમાન મંગી નિશાની ધરપકડ કરી હતી. બે સંતાનોના પિતા એવા આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

સચિન જીઆઇડીસીમાં બરફ ફેક્ટરી વિસ્તારની ચાલમાં રહેતા પરિવારની ચાર વર્ષીય બાળા મંગળવારે સવારે સાડા નવ વાગ્યે ઘર પાસે છોકરાઓ સાથે રમી રહી હતી. ત્યારે એક યુવક બાળકીને લલચાવી પોતાની સાથે લઇ ગયો હતો. બપોરે દોઢ વાગ્યે બાળકીનો પરિવાર સચિન જીઆઈડીસી પોલીસ મથકે પહોંચતાં પોલીસે બાળકીને શોધવા માટે દોડાદોડી હાથ ધરી હતી.

બાળકી તેના ઘરથી ત્રણ બેથી અઢી કિમી દૂર આવેલા બાવળના જંગલમાંથી મળી આવી હતી. જેને નવી સિવિલમાં દાખલ કરાઇ હતી. બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસ આ ઘટનામાં બાળકી જયાં રહેતી હતી તે મહોલ્લામાં જ રહેતા ૩૯ વર્ષીય હનુમાન નિશાદની ધરપકડ કરી હતી.

આરોપી બે સંતાનોના પિતા હોવાનું અને પત્ની તથા બાળકો સાથે જ રહેતો હતો. ઘટનાની સવારે બાળકી તેના ઘરની બહાર જ રમી રહી હોઇ તેને હવસનો શિકાર બનાવવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો. ઝાડીઓમાં લઇ જઇ દુષ્કર્મ કરવાની સાથે બાળકીના ગળા પાસે ઇજાના નિશાન મળી આવ્યો હોઇ તેના ઇરાદાને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે પુરાવા એકત્ર કરવાના હોવાથી રિમાન્ડ માંગ્યા હતા. જેને પગલે કોર્ટે હવસખોરના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપીને સાથે રાખી આખી ઘટનાને કડી ભેગી કરશે. ત્યાર બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે.

બાળકીનું અપહરણ સવારે સાડા નવ વાગ્યે થતાં પરિવારજનોએ જાતે જ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નહિ મળતાં બપોરે એક વાગ્યે સચિન જીઆઇડી, સી, પોલીસ મથકે પહોંચ્યા હતા, બાળકીને એક શખ્સ સાથે લઇને ગયો હોવાનું જણાવતાં જ પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.