સુરતમાં બેંકમાં નોકરી માટે પરીક્ષામાં મિત્રને બેસાડ્યો
સુરત, સુરતમાં બેંકમાં નોકરી માટે લેવામાં આવતી આઈબીપીએસની પરીક્ષામાં ડમી વિદ્યાથીની મદદથી ઉતીણ કરી કોલકાત્તા સ્થિત યુકો બેંકની હેડ ઓફિસમાંથી એપોઇન્ટમેન્ટ લેટર લઇ અડાજણ સ્થિત ઝોનલ ઓફિસમાં હાજર થવા આવનાર રાજસ્થાની યુવાનનો ટ્રેનિંગમાં જ ભાંડો ફૂટી ગયો હતો. જેને પગલે યુવાન અને તેના હમવતની સહિત ત્રણ વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાય હતી. જેમાં પોલીસે એકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. સાથે જ અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં એક યુવકે બેંકની પરીક્ષામાં પોતાનાં મિત્રને બેસાડીને પરીક્ષા તો પાસ કરી પરંતુ બેંકનો ટ્રેનિંગમાં ભાળો ફૂટી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અડાજણ સ્ટાર બજાર નજીક રિધ્ધી સિધ્ધી શોપર્સમાં આવેલી યુકો બેંકની ઝોનલ ઓફિસના સિનિયર મેનેજર આશિષ અનિલકુમાર નાથએ રૂકમેસ મીના અને મનોજકુમાર રામસહાય મીના સહિત ત્રણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. તા.૨૬ જુલાઇએ મનોજ કલકત્તા સ્થિત યુકો બેંકની હેડ ઓફિસ દ્વારા આપવામાં આવેલો એપોઇન્ટમેન્ટ લેટર લઇ અડાજણ સ્થિત બેંકની ઝોનલ ઓફિસમાં હાજર થયો હતો. તે દરમિયાન મનોજે આઇબીપીએસ (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેકિંગ પસીનલ સિલેક્શન) દ્વારા લેવામાં આવતી બેકીંગ પરીક્ષાના પ્રમાણપત્રો રજૂ કર્યા હતા. તેને સચિન સ્થિત બ્રાંચમાં ટ્રેનિંગ માટે ફરજ સોંપવામાં આવી હતી.
ટ્રેનિંગ અમદાવાદ સ્થિત યુકો ભવન દ્વારા આપવામાં આવી રહી હતી ત્યારે ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સીપલને શંકાસ્પદ વર્તુણક જણાતા તપાસ કરવામાં આવી હતી. જેમાં પોતે આઇબીપીએસની પરીક્ષા ઉતીણ કરી શકે એમ નહીં હોવાથી તેના મિત્ર મિત્ર રૂકમેસ મીનાને જાણ કરી હતી. રૂકમેસે ઓક્ટોબર ૨, ૨૦૦માં લેવાયેલી આઇબીપીએસની પરીક્ષામાં મનોજકુમાર મીનાની જગ્યા પર ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા ઉતીણ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મનોજની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.SSS