સુરતમાં બે સંતાનોની માતા પર જુના મકાન માલિકે દુષ્કર્મ આચર્યુ
સુરત: સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે.શહેરમાં લુંટ હત્યા અને દુષ્કર્મની ધટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે પોલીસની કાર્યવાહી યોગ્ય ન રહેતા અપરાધિઓના હોંસલા બુલંદ થયા છે અને તેઓ અપરાધિક ઘટનાઓને પરિણામ આપી રહ્યાં છે.ત્યારે સુરતના અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા પર અગાઉના મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું આટલું જ નહીં જાે હવે તેની સાથે સંબંધ નહીં રાખે તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી જેથી કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં સાયણ વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાનો પતિ એમ્બ્રોડરી ખાતામાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મહિલાના પરિવારમાં બે સંતાનો છે મહિલા બે મહિના પહેલા અમરોલીના બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેના સમાજના દીલીપ ડાયા વસ્તાપરા રહે ભૂમિ પુજા રો હાઉસ ગજાનંદ સોસાયટી કતારગામ મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હતી.બંન્ને એક બીજાને ઓળખતા હતાં જાે કે બે ગિનાથી મહિલાએ મકાન ખાલી કરીને સાયણ રોડ વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યાં હતાં
આથી દીલીપ વસ્તાપે સતત મહિલાને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું જાે તેની સાથે સંબંધ નહી રાખે તો તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી. બેશરમ દિલીપ મહિલાને ઘરે જઇને ફોન પર કેમ વ્યવસ્થિત રીતે વાત કરતી નથી જાે તુ મારી સાથે સંબંધ નહી રાખે હું તમે સમાજમાં બદનામ કરી દઇશ અને તારા પરિવારને શાંતિથી રહેવા નહીં દઉ તેવી ધમકી ઉચ્ચારી હતી મહિલાની મરજી વિરૂધ્ધ જ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો
બીજી તરફ પરિણિતાનો પતિ પણ એક મહિનાથી ગુમ થઇ ગયો છે જે અંગેની ફરિયાદ પણ પોલીસમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે દિલીપ વિરૂધ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે.