Western Times News

Gujarati News

સુરતમાં ભંગાર પડેલી કારમાંથી ૮ માસના બાળકનો મૃતદેહ મળી આવ્યો

સુરત, સુરતમાં પાંડેસરા કૈલાશ નગર પાસે ૮ માસના બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. માસૂમ બાળકનો મૃતદેહ કચરો ફેંકવાની જગ્યા પર પડેલી ભંગાર કારમાં મૃત હાલતમાં જાેઈ લોકો ચોંકી ઉઠ્‌યા હતા. તાત્કાલિક ઘટનાની જાણ પોલીસને કરી હતી.

જાેકે બાળકના મોતને લઈ કોઈ કારણ જાણી શકાયું નથી.લોકોએ બાળકને બચાવવા ૧૦૮ને પણ બોલાવી લીધી હતી. પોલીસ અધિકારીઓ ઘટનાની જાણ બાદ સ્થળ પર દોડી ગયા હતા. હાલ બાળકની ઓળખની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને સિવિલ મોકલી આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ડો. મહેન્દ્ર ચૌહાણ (મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ, સુરત) એ જણાવ્યું હતું કે નવજાત બાળકને ૧૦૮માં લવાયું હતું. તપાસ કરતા બાળક ૮ મહિના કે તેની ઉપરનું લાગે છે. વજન લગભગ ૧.૮ કિલો હોય શકે એમ કહી શકાય છે. નાળ ઉપર ક્લેપિંગ કરી છે. ડાબા પગના પંજા ઉપર સહીના ધબ્બા મળી આવ્યા છે.

એટલે એમ કહી શકાય કે જન્મ બાદ બાળકની ઓળખ માટે લેવાયા હોય, ડાયપર પહેરાવેલી હાલતમાં અને જમણા હાથ ઉપર ઇન્જેકટ કરી સેમ્પલ માટે લોહી પણ લેવાયું હોય એમ લાગે છે. બાળકને ચેક કરતા ધબક્કારા ન આવતા મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ રૂમમાં મુકવામાં આવ્યું છે. મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ જરૂરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.