સુરતમાં ભાજપ કાર્યકર્તાએ દીકરીના લગ્નમાં ભીડ ભેગી કરી
સુરત, ચૂંટણી પછી કોરોના વકર્યો તે વાતમાં કે બે મત નથી. ગુજરાતની ગલીએ ગલીએ આ જ વાત ચર્ચાઈ રહી છે, ચૂંટણી બાદ કોરોના કેસ વધ્યા. સરકારે બિન્દાસ્તપણે રેલીઓ કરી, સભાઓ યોજી અને હવે કોરોના કેસ વધતા લોકો પાસેથી માસ્કના નામે દંડ વસૂલી રહી છે. જાેકે, દંડ વસૂલતી સરકાર પોતાના નેતાઓ પર લગામ લગાવવાની ભૂલી ગઈ છે.
તેથી જ નેતાઓ બેફામ બન્યા છે. ભાજપના નેતાઓને કોનો ડર, કોન તેમના કાન આમળવા આવશે તે હિંમતે તેઓ બિન્દાસ્ત બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે, અને કેટલાક કોરોના ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યાં છે. ત્યારે આજે સુરતમાં માંગરોળ જિલ્લાના ભાજપના કાર્યકર્તાએ લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરી હતી. સામાન્ય માણસોની ભીડ એકઠી થવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે,
પરંતુ લાગે છે કે આ પ્રતિબંધ નેતાઓ માટે નથી. કોરોના કહેર વચ્ચે નેતાઓ લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરવામાં મસ્તમગન બન્યા છે. સુરત જિલ્લાના માંગરોળમાં ભાજપના કાર્યકર ઈંદ્રિશ મલેકે પોતાની દીકરીના લગ્નના પ્રસંગમાં ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. માંગરોળના વેરાકુઈ ગામે ડીજે નાઈટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.