સુરતમાં ભારે વરસાદની વચ્ચે સ્માર્ટ સિટીનું હેમાદ ગામ બેટમાં ફેરવાયું
સનીયા હેમાદ ગામની અંદર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકા સહિતના તાલુકાઓમાં ગત રોજથી પડેલા ભારે વરસાદના કારણે સનીયા હેમાદ ગામમાં પરિસ્થિતિ ઉદભવી છે.
સુરત: સુરતમાં ધોધમાર વરસાદનાં પગલે સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. જેના પગલે ગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જાે કે લોકોની હાલાકીને જાેતા તંત્ર દ્વારાલોકોને કોઈ મદદ પહોચાડવામાં નહિ આવતા લોકોમાં રોષ જાેવા મળ્યો હતો.
તો સાથે જ ગામના માજી મહિલા સરપંચે તાપી શુદ્ધિકરણની પાલિકા દ્વારા કરાઈ રહેલી કામગીરી અનેક સવાલો ઉભા કર્યા હતા. અને પાલિકાની પ્રી મોન્સુન કામગીરી ફેલ થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.સુરતમાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈને જન જીવનને ભારે અસર પહોચી હતી.
ત્યારે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ સણિયા હેમાદ ગામની અંદર મળસ્કેના ૪ વાગ્યાથી વરસાદી પાણી ભરાવાના કારણે સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અંદાજિત ૫૦ જેટલા લોકોને ગામમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
જાેકે અસરગ્રસ્ત લોકોને કોઇ રાહત હજી સુધી તંત્ર તરફથી પહોંચાડવામાં આવી નથી.
સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સનીયા હેમાદ ગામની અંદર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે.સુરત જિલ્લાના બારડોલી તાલુકા સહિતના તાલુકાઓમાં ગત રોજથી પડેલા ભારે વરસાદના કારણે સનીયા હેમાદ ગામમાં પરિસ્થિતિ ઉદભવી છે.
મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદ મેયર હેમાલી બોઘાવાળાએ અહીંની મુલાકાત પણ કરી હતી. પરંતુ મળસ્કેના ચાર વાગ્યા બાદ ભારે વરસાદના કારણે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે.તાપી શુદ્ધિકરણ ની પાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને વાલક ખાડીના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો નથી તે મુજબના આક્ષેપ ગામના માજી મહિલા સરપંચે કર્યો છે.
જાે કે પાલિકા દ્વારા પ્રિ- મોન્સૂનના કરવામાં આવેલ દાવા સનીયા હેમાદ ગામની અંદર ઉદ્દભવેલી સ્થિતિ પરથી ક્યાંક ને ક્યાંક પોકલ સાબિત થતાં જાેવા મળ્યા છે. ત્યારે હવે આ લોકોને તંત્ર દ્વારા કેવા પ્રકારની મદદ કરવામાં આવે છે તે જાેવનું રહ્યું.