Western Times News

Gujarati News

સુરતમાં ભેજાબાજ દંપતીએ ૩.૪૨ કરોડનું લોન કૌભાંડ કર્યુ

ભેજાબાજાેએ ઉત્પાદિત નહિ કરેલા વાહનો બતાવી એચડીએફસી બેંક સાથે ઠગાઈ કરી
સુરત, શહેરના પોશ વિસ્તાર ઘોડરોડ પાસે આવેલ ક્રોસ વે મોલના બીજા માળે આવેલ એચડીએફસી બેંકમાંથી ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદિત નહિ કરવામાં આવેલા એવા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજાે ઉભા કરી કુલ ૨૪ વાહનો ઉપર રૂ.૩.૪૨ કરોડની લોન લેવાના કૌભાંડમાં પોલીસે ઢોલરિયા દંપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર પાટિયા પ્રથમ રો હાઉસની પાસે જીવનદિપ કોમ્પ્લેક્ષમાં રહેતા અને બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતાં અશોકભાઈ મણીલાલ પીપરોડીયા તા.૩૦ જૂનના રોજ પોલીસમાં ૧૮ આરોપીઓ સામે રૂ.૩,૪૧,૩૩,૬૩૪ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં અશોકભાઈએ જણાવ્યું હતું કે આરોપીઓએ ગત તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭માં બેન્કમાંથી અશોક લેલન અને ટાટા મોટર્સ કંપનીના ૨૪ વાહનો ઉપર લોન લીધી હતી. આરોપીઓ તે પૈકી બેન્કમાં ૧,૫૪ કરોડની ભરપાઈ કરી દીધી હતી. જ્યારે બાકીના લેવાના નીકળતા રૂ.૩,૪૧,૩૩,૬૩૪ની ભરપાઈ કરી ન હતી. બેન્ક દ્વારા તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી.

આરોપીઓએ જે વાહનો ઉપર કરોડોની લોન લીધી હતી જેવા ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદન કરવામાં જ આવ્યા ન હતા અને આરોપીઓએ તેના બોગસ દસ્તાવેજાે ઉભા કરી વાહનોને હયાત બતાવી તેના ઉપર લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરી છે. આ કેસમાં પોલીસે સરથાણા જકાતનાકા પાસેની મેઘ મલ્હાર રેસીડન્સીમાં રહેતાં વિમલ મનસુખ ઢોલરિયા અને તેની પત્ની જાસ્મિતાની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.