સુરતમાં મહામારીને કારણે મકાન ભાડું બાકી હોવાથી ટેમ્પો ચાલકે આપઘાત કર્યો
સુરત: કોરોના મહામારી વચ્ચે આર્થિક રીતે બેકાર બનેલા લોકો આપઘાત કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે ટેમ્પો ચલાવી પરિવારનું આર્થિક ભરણપોષણ કરતા યુવાનને આ મહામારીને કારણે કામ ન મળતા થોડા સમયથી કમાઇ શકતો ન હતો. જેના કારણે તેણે ચાર મહિનાથી મકાનનું ભાડું પણ ભર્યું ન હતું. જેના કારણે તે સતત માનસિક તાણમાં રહેતો હતો. જે બાદ તેને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પરી વળ્યું છે.
મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં લક્ષણ નગર ખાતે રહેતો અને ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા જ્ઞાનેસવર જાગનાથ પાટીલ કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી તેનો ટેમ્પો ચલાવી શકતો નહિ હોવાને કારણે આર્થિક પરિસ્થિતિ બગડી હતી. એક બાજુ પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું હતું. તો બીજી બાજુ જે મકાનમાં રહેતો હતો તેનું ચાર મહિનાનું ભાડું પણ ભર્યું ન હતું. જેને કારણ તે સતત માનસિક તાણમાં રહેતો હતો.જેને લઈને ગતરોજ ઘરમાં કોઈ ન હતા તે સમયે આવેશમાં આવીને છતના હુક સાથે ગળેફાસો ખાઈને આપઘાત કરી દીધો હતો. જાેકે, આ ઘટનાની જાણ પરિવારને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
થોડા સમય પહેલા કાપોદ્રા વિસ્તારમાં લિવ-ઇનમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ આપઘાતના પ્રકરણમાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી હતી. સાસરીવાળાના ત્રાસને કારણે આપઘાત કર્યાની ફરિયાદ થયા પછી સસરાની ધરપકડ કરવામાં આવી હતી. કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. જાેકે, સાસરીવાળા યુવતીને ત્રાસ આપતાં હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. તેમજ અંતે કંટાળેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે.