સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી આપધાત કર્યો
સુરત: સુરતમાં મહિલા પીએસઆઇએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપધાત કરી લેતા ચકચાર મચી ગયો છે મહિલા પીએસઆઇ એ બી જાેશીએ પોતાની સરકારી આવાસમાં જ આપધાત કર્યો છે તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં.મહિલા પીએસઆઇ અનિતા જાેશી ઇન્વેસ્ટીગેશન ચાર્મા પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતાં તેઓ ફાલસાવાડી ખાતે આવેલા સરકારી કવાર્ટરમાં રહેતા હતાં.
પરિણિત અનિતા જાેશીને એક બાળક પણ છે. આ આપધાતનું કોઇ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી આ ઘટનાની જાણ થતાં મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં પોલીસને કોઇ સુસાઇડ નોટ પણ મળી આવી નથી તેમનો પતિ સચિન પોલીસમાં ફરજ બજાવે છે. તેઓ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી હતાં અને સુરતમાં તેમનું પોસ્ટીંગ હોવાથી તેઓ અહીં આવ્યા હતાં.