સુરતમાં માતાએ એક વર્ષીય પુત્રને ઝેર પીવડાવી પોતે પણ પી લીધું
સુરત, કાપોદ્રામાં માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું હતું. માતા-પુત્રને સ્મિમેર લઈ જવાતાં જયાં ટુંકી સારવાર બાદ બંનેનું મોત થયું હતું. માનસીક સંતુલન ગુમાવી દેતાં માતાએ પગલું ભર્યું હોવાની પરીવારી આશંકા વ્યકત કરી છે.
નાના વરાછા શિવધારા ખાતે રહેતા જીગ્નેશભાઈ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે તેઓ કારખાને ગયા હતા ત્યારે બપોરે તેમની ૩ વર્ષીયપત્ની ચેતનાબેન તેમના એક વર્ષીય પુત્ર અંશને લઈ ઘરેથી નીકળ્યા હતા.
અંશ ઘરમાં રહેતો ન હોવાથી તેને લઈ કચરૂ નાંખવા જઈ રહયાનું પાડોશી મહીલાને કહી નીકળ્યા બાદ દરમ્યાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડફીયા સર્કલ પાસેથી મળી ખસેડયા હતા. જયાં ટુંકી સારવાર બાદ ચેતનાબેનનું સાંજે અને અંશનું મોડી રાત્રે મોત નીપજયું હતું બીજી તરફ સાંજે કારખાનેથી ઘરે આવેલા જીગ્નેશભાઈને પત્ની અને પુત્ર ઘરે ન દેખાતા તેમણે શોધખોળ કરી હતી.
બંનેનો પત્તો ન લાગતા મોડી રાત્રે સરથાણા પોલીસમાં મિસીગમાં નોધાવી હતી. આ દરમ્યાન એક મહીલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાની સરથાણા પોલીસને જાણ થતા તેમણે બંનેનીો ફોટો જીગ્નેશભાઈને બતાવતા બંનેની ઓળખ થઈ હતી.
બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાલ અકસ્માત મોતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચેતનાબેનના પતી અને મામાએ જણાવ્યું હતું કે, ચેતનાબેન તામસી સ્વભાવના હતા.