સુરતમાં માતાએ સ્તનપાન કરાવીને સુવડાવતા ૫ માસની બાળકીનું મોત
સુરત,સુરત શહેરના રાંદેરમાં પાલનપુર પાટિયા વિસ્તારમાં સોમવારની રાતે એક કરુણ ઘટના બની છે. અહીં એક માતાએ પોતાની પાંચ મહિનાની બાળકીને દૂધ પીવડાવીને સુવડાવી હતી, ત્યારપછી તે માસૂમ મોતને ભેટી હતી. બાળકીને ન્યુ સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર, પાલનપુર પાટિયા વિસ્તારમાં શંકર નગરમાં રહેતા કિરણદેવી રાકેશ દાસે સોમવારે રાત્રે પાંચ માસની દીકરીને સ્તનપાન કરાવ્યું અને તેની સાથે જ સુઈ ગયા હતા.
મોડી રાત્રે પણ તેમણે દીકરીને સ્તનપાન કરાવ્યુ હતું. પરંતુ વહેલી સવારે તેમણે જાેયું કે બાળકી હલનચલન નથી કરી રહી. ચિંતામા મૂકાયેલા પરિવારના લોકો બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, મૂળ બિહારના વતની રાકેશભાઈ દાસ ફ્રૂટની લારી ચલાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે.
રાકેશભાઈ દાસના ૩ સંતાનો છે, એક પુત્ર અને બે દીકરીઓ, જેમાંથી એક દીકરી પાંચ મહિનાની હતી. આ બાળકીનું નામ શિવાની હતું. સવારે શિવાની કોઈ હલનચલન ના કરતી હોવાને કારણે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.શિવાનીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે પછી જ ખબર પડી શકશે કે મૃત્યુનું સાચું કારણ શું છે.
પરંતુ પ્રાથમિક ધોરણે માનવામાં આવી રહ્યું છે કે, દૂધ શ્વાસનળીમાં જતું રહેવાને કારણે બાળકીનો શ્વાસ રુંધાયો હોઈ શકે છે. બાળ રોગોના નિષ્ણાંતો સલાહ આપે છે કે, સ્તનપાન પછી બાળકને થોડા સમય માટે ખભા પર સીધું રાખવું જાેઈએ. જ્યારે બાળકને ઓડકાર આવે પછી જ તેને સુવડાવવું જાેઈએ.
આ સિવાય સિવિલ હોસ્પિટલના એક તબીબે માતા-પિતાને સલાહ આપી છે કે, બાળક રડતું હોય તો તેને શાંત કર્યા પછી જ દૂધ કે ખોરાક આપવો જાેઈએ. સ્તનપાન પછી પણ બાળકને ઓડકાર આવે ત્યાં સુધી પીઠ થાબડવી જાેઈએ. બાળકને ઘણીવાર બે પગની વચ્ચે દબાવીને ખોરાક આપવામાં આવતો હોય છે, તબીબોએ આમ કરવાની પણ ના પાડી છે.SS2KP