સુરતમાં માથાભારે આસિફ ટામેટા ગેંગનો કચ્ચરઘાણ
પોલીસે ગુજસીટોકના કેસમાં વધુ ૨ શખ્સોને ઝડપી પાડ્યા -બન્ને આસીફ ટામેટાની ગેંગના સાગરિતો હતા, ડીસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા, કોર્ટે ૭ દિવસના રિમાન્ડ આપ્યા હતા
સુરત , ગુજસીટોકના કાયદા હેઠળના ગુનામાં માથાભારે આસીફ ટામેટાની ગેંગમાં વધુ ૨ ની ધરપકડ કરાઈ છે. હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યામાં આરોપી યુસુફખાન ઈશરતખાન પઠાણ લખનઉની જેલમાંથી ટ્રાન્સફંર વોરંટથી લવાયો હતો. જયારે મોહંમદ શોએબ ઉર્ફે શોએબ સીટી મોહંમદ મનીયાર લિંબાયતમાં હત્યાના ગુનામાં લાજપોર જેલમાં હતો.
બન્ને આસીફ ટામેટાની ગેંગના સાગરિતો હતા. બન્ને આરોપીઓને ડીસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ૭ દિવસના રિમાન્ડ આપ્યા હતા. અગાઉ ટામેટા ગેંગના ૧૨ની ધરપકડ કરી હતી. હજુ ૨ સાગરીતો ભાગતા ફરે છે. ગુજસીટોક કાયદા હેઠળ ક્રાઇમ બ્રાંચે આસીફ ટામેટાની ગેંગ સામે નોંધાયેલા ગુનામાં બે આરોપીઓ પૈકી એકનો ઉત્તર પ્રદેશની લખનૌ જેલમાંથી અને બીજા આરોપીનો લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટને આધારે કબજાે મેળવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચે બંને આરોપીને કોર્ટમાં રજુ કરી ૯ માર્ચ સુધીના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આસીફ ટામેટા ગેંગ સામે ગુજસીટોક એક્ટ અંતર્ગત પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાંચે આસીફ ટામેટા ગેંગના યુસુફખાન ઇશરતખાન પઠાણનો લખનૌ જેલમાંથી ટ્રાન્સફર વોરંટને આધારે કજાે મેળવ્યો છે.
બીજા આરોપીમાં મોહમદ શોએબ ઉર્ફે શોએબ સીટી મોહમદ ઇસ્માઇલ મનીયારને લિંબાયત પોલીસ મથકે નોંધાયેલા હત્યાના કેસમાં લાજપોર મધ્યસ્થ જેલમાં હોય ટ્રાન્સફર વોરંટથી કન્જાે મેળવ્યો હતો. બંનેને કોર્ટમાં રજુ કરી ૧૫દિવસના રિમાન્ડની માંગણી કરતા કોટે ૭ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
યુસુફ ખાન પઠાણ વિરૂધ્ધ નાકા હીંડોલા પોલીસ સ્ટેશનમાં હિન્દુવાહિની નેતા કમલેશ તિવારીના મર્ડરના ગુના સહિત અપહરણ, ખંડણી, વ્યથા, મહાવ્યથા, જાનથી મારી નાંખવાની ધમકી, ચોરી, લૂંટ જાહેર સુલેહ શાંતી. તેમજ આર્મ્સ એક્ટ સહિત ફ્લ ૯ ગુના નોંધાયા છે. – શોયેબ ઉર્ફ શોયેબ મનીયાર વિરૂધ્ધપણ જાનથી મારી નાંખવાની ધમકી, હુલ્લડ, લુંટ, રાજ્ય સેવક ઉપર હુમલો, ખંડણી, અપહરણ, સહિત ૬ ગુના નોંધાયા છે.
સોયેબે લિંબાયત વિસ્તારમાં મોહસીન કાલીયા નામના યુવાનની પણ હત્યા કરી હતી. જેમાં ઇમરાન ઉર્ફે છોટુ સિદ્દીકી ઇશ્તીયાક અહેમદ સિદ્દીકી અને શાહરૂખ ઉર્ફ ઉમર અસલમ શાહ છે.