Western Times News

Gujarati News

સુરતમાં માથાભારે શખ્સોના દારૂના અડ્ડાઓ તોડી પાડ્યા

સુરત, સુરતમાં અજબ ગજબનો કિસ્સો જાેવા મળ્યો છે. સામાન્ય રીતે ગુનાખોરી હટાવવાનું કામ પોલીસનું હોય છે, પણ સુરતમાં આ કામ સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. વાત કંઈ એવી છે કે ઉધના ઝોનમાં આવેલા કોર્પોરેશનના અનામત પ્લોટ અને ટીપીના રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી માથાભારે શખ્સો દ્વારા દારૂના અડ્ડા ચલાવવામાં આવી રહ્યા હતા. પહેલી નજરે તેને દૂર કરવાની ફરજ અને જવાબદારી પોલીસની આવે છે. પણ આ કામ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર બમરોલી વિસ્તારમાં આવેલા પાલિકાના ગાર્ડનની રિઝર્વેશનની જગ્યા પર કેટલાક માથાભારે શખ્સો દ્વારા લાકડાના ટેકા ઉભા કરીને દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

નવાઈની વાત છે કે અત્યારસુધી પોલીસના ધ્યાનમાં આ વાત ના આવી પણ ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેરના ધ્યાનમાં આવતા તેઓએ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ તેમજ કોર્પોરેશનના સિક્યોરિટી સ્ટાફ અને એસઆરપી સહિતના જવાનોને સાથે રાખીને આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

જેની જાણ પાંડેસરા પોલીસને પણ કરવામાં આવી હતી.કોર્પોરેશન દ્વારા કામગીરી કરાતા દારૂનું વેચાણ કરતા ઈસમો ભાગી ગયા હતા. જાેકે પોલીસ દ્વારા મોડે મોડે પહોંચીને દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા અહીં ૪૨૦ ચોરસ ફૂટ જેટલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.