સુરતમાં માર્બલની દુકાનમાંથી અજાણ્યા ઈસમો એ રૂપિયા ૩.૧૫ લાખની લૂંટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/fraud-awareness_v2-1024x650.jpg)
Files Photo
સુરત, ખટોદરા, શનિદેવ મંદીરની સામે આવેલા સોમા કાનજી-૨ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માર્બલની દુકાનમાંથી કેટલાક અજાણ્યા ઈસમો રૂપિયા ૩.૧૫ લાખથી વધુની રોકડ ચોરી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ૧૭ ડિસેમ્બરના રોજ થયેલી ચોરીની ફરિયાદ પોલિસે દોઢ મહિના બાદ દાખલ કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પોલીસે ઝ્રઝ્ર્ફના આધારે તપાસ હાથ ધરી છે.
પ્રકાશભાઇ પ્રભુભાઇ કારોરીયા ઉ.વ.૩૫ (રહે-ઘર નં.૧૦૯, વિશાલનગર, સરથાણા જકાતનાકા) એ જણાવ્યું હતું કે તેઓ મૂળ વેણાસર, તા.માળીયા, જી,મોરબીના રહેવાસી છે. ત્રણ વર્ષથી મારબલના વેપાર સાથે સંકળાયેલા છે. તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં બે ઈસમો દુકાનની પાછળની બારી તોડી દુકાનમાં ઘુસી ચોરી કરતા ઝ્રઝ્ર્ફ માં કેદ થયા છે.
તરણજાેત સીરામીક પ્રા.લી.નામની દુકાનમાં પહેલી વાર ચોરી થઈ છે. લોખંડની ગ્રીલના સળીયા તોડી ઓફીસના ટેબલના ડ્રોવરમાં મુકેલા વેપાર ધંધાના કલેક્શનના રોકડા રૂ. ૩,૧૩,૪૫૦ની મતાની માસ્કધારી બે ચોર ઇસમો ચોરી કરી નાસી ગય હતા. પો.સ.ઇ. કે.જી દેસાઇ આગળની તપાસ કરી રહ્યા છે.HS