સુરતમાં મિલકતની લે-વેચ કરતા યુવક પર ચાકુથી હુમલો
![Youth suicide in bus](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/murder-3-scaled.jpg)
Files Photo
સુરત, સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં સતત અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રોપર્ટી ઓફિસ પર બેઠેલા એક યુવક પર ૫ થી ૭ જેટલા ઈસમો દ્વારા ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ જતાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જતા તબીબો સાથે લોકો ચોંકી ઉઠ્યા હતા.
ઈજાગ્રસ્ત યુવકને કમરમાં ઘુસેલા ચાકુ સાથે હૉસ્પિટલ લઈ જવાયો હતો જાેકે પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત પોલીસ ગુનાખોરીના ગ્રાફ ઓછો થયાની વાતો કરી રહી છે ત્યારે સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તેમાં પણ અસામાજિક તત્વો પર સકંજાે કસવામાં સુરત પોલીસ નિષ્ફળ જતાં હવે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે કોઈપણ વ્યક્તિને જાહેરમાં માર મારવા સાથે તેના પર જીવલેણ હુમલો કરતાં પણ સામાજિક તંતુઓ ગભરાતા નથી જ્યારે આવી જ એક ઘટનાને લઈને સુરતમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી મિલન પોઇન્ટ નજીકકન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર મિલકતની લે વેચ કરતા ચિંટું ઉર્ફે ધર્મેન્દ્ર પાંડેની ઓફીસ આવેલી છે આ ઓફિસમાં કલ્લુ મિસ્ત્રી કામ માટે ગયો હતો તે સમયે અચાનક ૮-૧૦ જણા હાથમાં તલવાર અને ચપ્પુ લઈને ઓફિસમાં ઘુસી ગયા હતા.
ચિન્ટું કોણ છે તેવું પુછતાં ની સાથે ચિન્ટુ એ પોતાની ઓળખ આપી હતી જેને લઇ આવેલા ઈસમો તેના પર ઘાતક હથિયારો સાથે તૂટી પડયા હતા જાેકે ચિન્ટુ ને બચાવવા પડેલા કલ્લુ મિસ્ત્રી ઉપર પણ આ ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો કલ્લુંની પીઠ પર ચપ્પુ ઘુસાડી આડેધડ તલવાર ફેરવી રહ્યા હતા. ગણતરીની મિનિટોમાં કલ્લું અને ચિંતુંને પણ ઉપરા ઉપરી ઘા મારી ભાગી ગયા હતા કે, હુમલાખોર મહાવીર દુબે અને તેના માણસો હતા.
છેલ્લા કેટલાક સમયથી મહાવીર દુબેનો પારિવારિક ઝઘડો ચાલી રહ્યો છે જેને લઇ આ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હુમલાખોરો હુમલો કરી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને કમરના ભાગે ચપ્પુ રહી જતા ચપ્પુ સાથે તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જય એક સમયે સ્થાનિક લોકો સાથે તબીબો પણ ચોંકી ઉઠયા હતા ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.SSS