Western Times News

Gujarati News

સુરતમાં મ્યુકોરમાઈકોસિસ જીવલેણ બન્યો, ૨૦ દર્દીએ આંખોની રોશની ગુમાવી

Files Photo

સુરત: કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લા નવી આફતે દસ્તક આપી છે. ગજુરાતના અનેક શહેરોમાં મ્યુકોરમાઇકોસિસના કહેરના એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોરોના હજી શમ્યો નથી, ત્યાં મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોના બાદ અતિજીવલેણ સાબિત થતો આ રોગ હવે લોકોની આંખો છીનવી રહ્યો છે. સુરતમાં ૨૦ દિવસમાં મ્યુકરમાઇકોસિસના ૧૦૦ કેસ આવ્યા છે, તેની સાથે જ કુલ ૨૦ દર્દીઓને તેનાથી રોશની ગુમાવી છે. જેથી તંત્રની ચિંતા વધી ગઈ છે.

સુરતમાં કોરોનાની ગંભીર આડઅસર જાેવા મળી છે. સુરતમાં ૨૦ દર્દીઓએ આંખોની રોશની ગુમાવી છે. સુરતાં ૨૦ દિવસમાં મ્યુકરમાઇકોસિસના ૧૦૦ કેસ નોંધાયા છે. જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. કોરોનામાં અપાતા સ્ટિરોઇડથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ જતા આંખ-નાક, મગજમાં ફંગસ થાય છે. ત્યારે એક દર્દીના પરિવારે આંખ કાઢવાની ના પાડતા ઇન્ફેક્શન મગજમાં ફેલાતાં તેનુ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યુ છે.

સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. ૪૦ વર્ષથી વધુ વયના દર્દીઓ કે જેઓ પહેલાથી ડાયાબિટિસ, કેન્સર, એચ.આઈ.વી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસ ન્યૂટ્રોપેનિયા, લાંબાગાળાનું કોર્ટિકોસ્ટેરોઈડ, સાથે કીડની તકલીફ હોય તેઓની ઇમ્યુનીટી ઓછી હોવાથી તેમને આ જીવલેણ રોગ થઈ રહ્યો છે.

કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જાેવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે.

ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી ૪૩ ટકા એટલે ૧૯ દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર ૫૦ ટકા જેટલો જાેવા મળ્યો છે, જે હાલ સિવિલમાં ૨૦ ટકા જેટલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.