Western Times News

Gujarati News

સુરતમાં યુવકે છેડતી કરતા મહિલાએ મેથીપાક ચખાડ્યો

રસ્તે ચાલતી કોઈ પણ મહિલાની સાથે અણછાજતું વર્તન કરનાર યુવકને મહિલાએ ધોળે દિવસે તારા દેખાડી દીધા
સુરત , સુરતમાં અવારનનવાર મહિલાઓની છેડતીની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવકને મહિલાની છેડતી કરવી ભારે પડી હતી. કારણકે આ મહિલા રણચંડીકા બનીને આયુવકને લોકોના ટોળામાં માંથી ઘસડીને લઇને એને બરાબરનો મેથી પાક અપ્યો હતો. જોકે આ વીડિયો હાલમાં સોશલ મીડિયામાં વાઇરલ થયો છે.

શહેરમાં મહિલાઓની છેડતીની ઘટના સતત બની રહી છે ત્યારે કેટલીક ઘટનામાં મહિલા ફરિયાદ કરે છે તો કેટલીક ઘટનામાં છેડતી કરનાર યુવકોની મહિલા ધોલાઈ કરે છે. જોકે આવી જ એક ઘટના આજ રોજ સુરત ખાતે બનવા પામી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક જગ્યા પર મજૂરી કામ માટે મોટા પ્રમાણમાં સવારના સમયે મજૂરો એકત્ર થતા હોય છે.

ત્યારે મજૂરી માટે ઉભેલા એક યુવાન સામે એક મહિલા આવે છે અને આ યુવાને રૂમાલ ગાળામાં નાખીને ઘસડીને એક બાજુ લઇ જાય છે અને શરૂ કરે છે મેથી પાક આપવાનો. જોકે આ ઘટના અને લઈને નજીકમાં હજાર લોકોનું ટોળું એકત્ર થઇ જાય છે ત્યારે ખબર પડે છે છે કે માર ખાનાર યુવકે આ મહિલાની છેડતી કરી હતી.

જેન લઈને મહિલા રણચંડી બનીને આ યુવાનને બરાબરનો મેથીપાક આપીને સબક શીખવાડે છે. જોકે, ટોળામાં હાજર કોઈ વ્યક્તિએ વીડિયો મોબાઈલમાં ઉતારી તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જોકે આ ઘટના જોનારા લોકો મહિલાની હિમ્મત જોઈને દંગ રહી ગયા હતા. નવા ભારતમાં મહિલાઓનું સશક્તિકરણ થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.