સુરતમાં યુવકે બીજા માળે ચડી ભારે ધમાલ મચાવી
સુરત: સુરતના કાપોદ્રામાં આવેલા આરબી કોમ્પ્લેક્ષ કમ્પાઉન્ડમાં એક યુવકે બીજા માળે ચડી ભારે ધમાલ મચાવી હતી. બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. જાે કે, યુવકને નીચે ઉતરવાની આજીજી કરતા સમયે પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભસ્મ કરી નાખીશ તેવો લવારો કરતો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આર.બી. કોમ્પ્લેક્ષ આવેલું છે. અહીં રવિવારની સાંજે એક યુવક ડ્રેનેજની પાઇપ પકડી બીજા માળે ચડી એસીના કોમ્પ્રેસર પર બેસી ગયો હતો અને ધમાલ મચાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
લોકોએ યુવકને સમજાવી નીચે ઉતરવાની આજીજી કરી હતી. પરંતુ યુવક પગે પડે તો જ શાંત થાઉં, દુનિયાને ભસ્મ કરી નાખીશ, તેવો લવારો કરતો હતો. જેથી લોકોને યુવક માનસિક બીમાર લગતા આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં કલાકની મહેનત બાદ યુવકનું રેસ્ક્યુ કરાયું હતું. આરબી કોમ્પ્લેક્સમાં વડાપાઉંની દુકાન ધરાવતા અમિતભાઇ છગનભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના અંગે મને કારીગરે જાણ કરી હતી. જેથી હું ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકને આજીજી કરી હતી પરંતુ તે માન્યો ન હતો અને ધમાલ મચાવી લવારા કરતો હતો. જેથી આ અંગે પોલીસ અને ફાયરને જાણ કરી હતી. યુવક માનસિક બીમાર લાગતો હતો. ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી યુવાનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ કાપોદ્રા પોલીસને સોંપી દીધો હતો. કાપોદ્રામાં યુવકે ધમાલ મચાવી રહ્યો હોવાનું માલુમ પડતા જ પોલીસ અને ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. યુવક જે હિસાબે લવારા કરતો હોય માનસિક બીમાર લાગતો હતો. જેથી પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.