Western Times News

Gujarati News

સુરતમાં રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મોત મળ્યું

સુરત: હજુ તો થોડા સમય પહેલાં જ સુરતના વેસુ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. આવી જ એક હીટ એન્ડ રનની નવી ઘટના ફરી સામે આવી છે. અહીંયા એક બાઇક ચાલકની ટક્કર રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા આશાસ્પદ યુવકનું મોત થઈ ગયું છે. જાેકે, હાથમાં ડંડો લઈને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા યુવકનો અન્ય લોકો સાથે ઝઘડો થયો હોવાની આશંકાએ પોલીસને મુંઝવણમાં મૂકી છે. સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા વીડિયો વાયરલથયો છે.

બનાવની વિગતો એવી છે કે આજે સુરતના વેસુ વિસ્તારમાં બાઇકની હીટ-એન્ડ-રનની ઘટના સામે આવી છે. અહીંયા રોડ ક્રોસ કરવા જતા હિતેશ રાય નામના યુવકનું મોત થયું છે. જાેકે, હિતેશ જ્યારે રસ્તો ક્રોસ કરવા તેના મિત્રની બાઇકમાંથી ઉતર્યો ત્યારે તેના હાથમાં ડંડો હતો. માટે ઝઘડો થયો હોવાની આશંકા છે. જ્યારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક બાઇકે અચાનક તેને ઉડાડ્યો માટે આ ઘટના અકસ્માત છે કે હત્યા તે અંગે મૂંઝવણ શરૂ થઈ છે.

મૃતકના પિતા આશિષ રાયે જણાવ્યું કે તેનો દીકરો ત્રણ મહિના પહેલા ઉત્તર પ્રદેશથી સુરત આવ્યો હતો. હિતેશ બીએ ફર્સ્‌ટ ઈયરનો વિદ્યાર્થી હતો અને આજે ઘરે કઈ પણ કહ્યા વગર નીકળ્યો હતો. જાેકે, દરમિયાનમાં બપોર પડતા સુધીમાં તેના મોતના સમાચાર આવતા પરિવાર માટે આભ ફાટી પડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ મિત્રોનો કોઈ ઝઘડો થયો હતો. જેમાં તે ત્રણ સવારી બાઇકમાં નીકળ્યો અને સીસીટીવી વીડિયોમાં બાઇક પરથી ઉતરતો જાેવા મળ્યો હતો. જાેકે, જ્યારે હિતેશ બાઇક પરથી ઉતર્યો ત્યારે તેના હાથમાં ડંડો હતો. ઘટનાનો સીસીટીવી વીડિયો આ કેસની ગુત્થી સુલજાવામાં પોલીસની મદદ કરશે પરંતુ પોલીસને આ મામલે કઈક જુદું રંધાયું હોવાની ગંધ આવી રહી છે.

જાેકે, તેના કેટલાક મિત્રો હિતેશને સિવિલમાં લઈને આવ્યા હતા. હવે આ મામલે પોલીસ કેવી રીતે તપાસ કરે છે તે જાેવું રહ્યું પરંતુ હાલમાં આ સમગ્ર અકસ્માત શંકાના દાયરામાં છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થાય તો તેનું રહસ્ય ઉકેલાય તેવું પણ જાણકારોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પણ વેસુમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ત્યારે આ ઘટનામાં પણ હીટ એન્ડ રન જેવું જણાઈ રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.