સુરતમાં રાત્રી કફ્ર્યુનો ભંગ કરી જન્મ દિવસની ઉજવણી
સુરત: સુરત શહેર હોય કે અમદાવાદ જાહેરમાં જન્મ દિવસ ઉજવવાનો એક ટ્રેન્ડ બની ગયો હોય એમ છાસવારે આવા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં જન્મદિવસ ઉજવાય તો ઠીક પરંતુ કોરોનાના કપરા સમયમાં અને રાત્રી કર્ફ્યૂનો અમલ ચાલું હોય ત્યારે જાહેરમાં ટોળાં ભેગા કરીને જન્મદિવસ ઉજવતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે. જાણે કે તેમને કાયદા અને કોરોનાનો સહેજ પણ ડર ન હોય. આવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં જાહેર રસ્તા ઉપર બે ટેબલો ઉપર કેકનો ઢગલો હતો.
શેમ્પેઈનની બોટલની છોળો ઉડતી નજરે ચડે છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી જાણે સુરતના લોકો માટે એક મોભો અને ફેશન બની ગયું હોય તેમ દર બે દિવસે જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરી કોરોનાની ગાઈડ લાઈન સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલ્લંઘન કરતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જાેકે થોડા દિવસ પહેલા લાલ ગેટ વિસ્તારમાં એક માથાભારે વ્યક્તિએ પોતાનો જાહેરમાં જન્મદિવસ ઉજવણી ડીજેના તાલે નાચતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
જાેકે આ મામલે પોલીસે કાર્યવાહીતો કરી છે ત્યારે આ વિસ્તારમાં વધુ એક યુવકે જાહેરમાં પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવાનને પણ પોતાના મિત્રો સાથે કોરોના ગાઈડ લાઈનમાં ધજાગરા સાથે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો જાેવા મળ્યો હતો જાેકે આ યુવાનને એક કરતા વધુ લોકો એકત્ર કરી જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો.
ત્યારે તેના મિત્રો પૈકી એક મિત્રએ સેમ્પેઈનની બોટલ ખોલીને શેમ્પેઈન પણ હવામાં ઉડાવી આ જન્મ દિવસને યાદગાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે બે ટેલબ ઉપર ૧૦થી વધારે કે રાખી હતી. આ પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જાહેરમાં જન્મદિવસ ઉજવનાર વિરુદ્ધ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે આ યુવાન કોણ છે ક્યાં રહે છે ના જન્મ દિવસ ક્યારે ઉજવાય છે કઈ દિશામાં તપાસ શરૂ કરી છે.