Western Times News

Gujarati News

સુરતમાં રાત્રી કફ્ર્યુનો ભંગ કરી જન્મ દિવસની ઉજવણી

સુરત, સુરત શહેર હોય કે અમદાવાદ જાહેરમાં જન્મ દિવસ ઉજવવાનો એક ટ્રેન્ડ બની ગયો હોય એમ છાસવારે આવા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં જન્મદિવસ ઉજવાય તો ઠીક પરંતુ કોરોનાના કપરા સમયમાં અને રાત્રી કર્ફ્‌યૂનો અમલ ચાલું હોય ત્યારે જાહેરમાં ટોળાં ભેગા કરીને જન્મદિવસ ઉજવતા લોકોના વીડિયો વાયરલ થતાં હોય છે.

જાણે કે તેમને કાયદા અને કોરોનાનો સહેજ પણ ડર ન હોય. આવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમાં જાહેર રસ્તા ઉપર બે ટેબલો ઉપર કેકનો ઢગલો હતો. અને શેમ્પેઈનની બોટલની છોળો ઉડતી નજરે ચડે છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી જાણે સુરતના લોકો માટે એક મોભો અને ફેશન બની ગયું હોય તેમ દર બે દિવસે જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરી કોરોનાની ગાઈડ લાઈન સાથે સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલ્લંઘન કરતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.