સુરતમાં રેમડેસિવિર ખરીદનાર જયદેવસિંહ ઝાલાની ધરપકડ
સુરત, કોરોનાનાં કહેરમાં લોકો માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવીર ઈન્જેકશન માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે આ બધા વચ્ચે ડુપ્લીકેટ રેમડેસિવીર ઈન્જેકશન વેચી રૂપિયા કમાવવા નીકળેલી ગેંગનો મોરબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. મોરબીમાં પાંચ હજાર ડુપ્લિકેટ રેમડેસિવીર વેચનાર સુરતના કૌશલ વોરાના ઓલપાડમાં ફાર્મહાઉસમાં ૬૦ હજાર ઇજેકશન સાથેનું આખું કારખાનું ઝડપી લેવાયા બાદ ડુપ્લિકેટ ઇન્જકશનનો રેલો સુરત શહેરમાં પણ નીકળ્યો હતો.
સુરતમાં શહેરમાં પણ મોટા પાયે ડુપ્લિકેટ ઇજેકશન વેચવામાં આવ્યા હતા. રાંદેરમાં રહેતા અને વરાછામાં ફાઇનાન્સનો ધંધો કરતા ૫૦ વર્ષીય જયદેવસિંહ ઝાલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ૮ ઇન્જકશન કબજે લીધા હતા. ૧૨૬ ઇજેકશન નફાખોરી કરી વેચી માર્યા હતા. આ ઇજેકશન તેણે કૌશલ વોરા પાસેથી જ ખરીદ્યાની કબૂલાત કરી હતી.
જેથી પોલીસે કૌશલ વોરાને વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધારએ ગુગલનાં પર સર્ચ કરી નકલી ઈન્જેકશન બનાવવાની રીત લીધી હતી. ઓલપાડના પીંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ,અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મોટી માત્રામાં નકલી રેમેડીસીવીર ઈજેશન બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને નકલી ઇજેક્શનનો મસમોટો જથ્થો કબજે લીધો હતો.