સુરતમાં રેલવે સ્ટેશન નજીક સિટી બસને અકસ્માત નડયો

સુરત,સુરતમાં સિટી બસમાં અકસ્માતે બ્રેક ફેલ થઇ જતાં બેકાબૂ બનેલ બસ સીધી હૉટલ સાથે અથડાઇ હૉટલમાં ઘૂસી ગઈ હતી આ અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોની ચીસાચીસ સંભળાઇ હતી. બસે હોટલની બાજુમાં રહેલ કારને પણ લીધી હતી. સુરતમાં રેલવે સ્ટેશન નજીક સિટી બસને અકસ્માત નડયો હતો. બેફામ સ્પીડે આવતી સિટી બસમાં બ્રેક ફેલ થતાં બસ સીધી ધડાકાભેર અથડાઇ હોટેલમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માતને પગલે સ્થાનીક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુરતમાં આવેલ રેલવે સ્ટેશન નજીક ટ્રાફિકથી ધમધમતા રોડ પર અકસ્માતની ઘટના પ્રકાસ આવી છે. શહેરમાં વાયુ વેગે દોડતી સીટી બસના ડ્રાઇવરે આડેધડ બસ ચલાવતા બસની બ્રેક ફેલ થતાં બસ રેલવે સ્ટેશન નજીકની હોટલમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતને પગલે ક્ષણીક ભાગદોડ અને દેકારો બોલી ગયો હતો.
બીજી તરફ બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જે અંગે જાણ થતા ઇજાગ્રસ્ત પેસેન્જરોને તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહિ બેકાબૂ બસે હોટલની બાજુમાં પાર્કિંગમાં રહેલ કારને પણ ઠોકરે લેતા કારમાં નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ આ ઘટનાને લઈને બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ અંગે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર મામલાની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.