Western Times News

Gujarati News

સુરતમાં લકઝરી બસે ૮ વાહનોને અડફેટે લીધા: ત્રણના મોત

(પ્રતિનિધિ) સુરત,સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તાથી દાદા ભગવાન મંદિર સુધી એક લક્ઝરી બસના ચાલકે નાનાં-મોટાં ૮ જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. કામરેજ ચાર રસ્તા પાસે લોકોએ બસના ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત થયું છે અને ૪ લોકોને ઈજા પહોંચી છે. કનૈયા ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ડ્રાઇવર દારૂના નશામાં બસ ચલાવતો હતો. તેણે તેમા સાતથી આઠ વાહનોને ટ્રક મારી હતી. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા પાસે લક્ઝરી બસના ચાલકે નાના-મોટા ૮ વાહનોને ટક્કર મારી હતી.લોકોએ દોડી આવી બસ ચાલકને કામરેજ ચાર રસ્તા પાસે પોલીસને હવાલે કર્યો હતો. આ અકસ્માતમાં વધુ બે લોકોના મોતની પણ આશંકા છે.સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ૪૮ પર એક લક્ઝરી બસે કામરેજ ટોલ પ્લાઝાએ અનેક વાહનોને ફૂંકી માર્યા હતા, જેમાં કાર, બાઇક અને રિક્ષા સહિત સાતથી આઠ જેટલા વાહનોને ટક્કર મારી હતી.

કામરેજ નજીક અકસ્માત સર્જનાર કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈને સુરત આવી રહી હતી. આ અકસ્માતમાં ત્રણથી ચારના લોકોના મોતની આશંકા છે. હાજર લોકોએ ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત સમયે સ્થળ પર હાજર એક વ્યક્તિ ના જણાવ્યા મુજબ બસ ચાલકે બ્રેક લગાવ્યા વગર પૂરપાટ ઝડપે બસ હંકારી હતી. અહીં તેણે રસ્તામાં ઉભેલા લોકોને ઉડાવી દીધા. મારી સામે એક વ્યક્તિનું મોત થયું હતું અને મારી સામેની બે મહિલાઓને ઈજા થઈ હતી, તેમના પગ ભાંગી ગયા હતા.

મારી કારને પણ ટક્કર મારી હતી.અકસ્માતમાં જેની બાઇક લક્ઝરી કાર સાથે અથડાઇ હતી તે બાઇક ચાલકે જણાવ્યું કે હું સુરત તરફ જઇ રહ્યો હતો ત્યારે કનૈયા ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી કારનો ચાલક દારૂના નશામાં જઇ રહ્યો હતો. મને આગળ જવા માટે બાજુ મળી ન હતી, તેથી મેં બાઇકને સ્ટેન્ડ પર મૂકી દીધી અને બચી ગયો, પરંતુ મારી બાઇક સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. મારા અંદાજ મુજબ આ અકસ્માતમાં ૩ થી ૪ લોકોના મોત થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.