સુરતમાં લિવ-ઈનમાં રહેતા પ્રેમીનો મોતનો કૂદકો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Dead-1.jpg)
સુરત, સુરતના રિંગરોડ ઓવર બ્રિજ પરથી મોતનો કુદકો મારનાર ધનરાજ પાટીલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. જેથી પ્રેમિકાએ પતિ પર હત્યાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પણ એક વર્ષથી લિવ ઇનમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, મારો પતિ અમને બન્નેને છુટા પાડવા માગતો હતો. જેથી ધનરાજને વારંવાર મોબાઇલ પર ધમકી આપતો હતો. તમામ વાત ના મારી પાસે ઓડિયો રેકોર્ડીંગ છે. પોલીસે વિવાદાસ્પદ કેસને લઈ પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે,ગુરૂવારની બપોરે કોઈ ઈસમએ રિંગરોડ ઓવર બ્રિજ પરથી નીચે છલાંગ મારતા ટોરેન્ટ પાવરની ઓફીસ બહાર પડેલો હતો. ૧૦૮માં ઇસમને સારવાર માટે સિવિલ લઈ જવાયો હતો. જ્યાં અજાણ્યો ઈસમ ધનરાજ લોટન પાટીલ હોવાનું અને મહાદેવ નગર લિંબાયતનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
મૃતક ધનરાજની પ્રેમિકાએ જણાવ્યું હતું કે, હું ધનરાજ સાથે એક વર્ષથી પ્રેમમાં છું. લિવ ઇનમાં રહું છું. મેં મારા પતિને છોડી દીધો છે. એટલે એ મારા પ્રેમી ધનરાજને વારંવાર મોબાઈલ પર ધમકી આપી મારી સાથેના સંબંધ તોડી નાખવા કહી રહ્યો હતો. જેના તમામ રેકોર્ડીંગ મારા મોબાઈલમાં છે. મારા પતિએ જ મારા પ્રેમીને અકસ્માતમાં મારી નાખ્યો છે.
પરિવારે જણાવ્યું હતું કે, ધનરાજ પરિણીત છે ત્રણ દીકરીઓનો પિતા છે. શાકભાજી માર્કેટમાં મજૂરી કામ કરે છે. પત્ની અને પ્રેમિકા બન્ને સાથે રહેતો હતો. પ્રેમિકા સાથેના સંબંધમાં જ ધનરાજનો જીવ ગયો છે. જાેકે હાલ પોલીસે બન્ને પક્ષકારોના નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે.HS