સુરતમાં લૂંટારૂ લબરમૂછિયાઓની ગેંગ ઝડપાઈ
રૂપિયા ભરેલી બેગ આંચકી ફરાર થાય હતા
સુરત, સુરતના મહુવેજ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર થયેલ લૂંટનો ભેદ કોસંબા પોલીસે ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ અગાઉ મહુવેજ ગામ નજીક અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર કંપનીઓના પૈસા ઉઘરાવતા કેશિયરને લવરમૂછિયાઓએ લૂંટયો હતો.
બાઇક ઉપર આવેલા ત્રણ લૂંટારુઓએ ચપ્પુ બતાવી કેશિયરની લાખો રૂપિયા ભરેલી બેગ આંચકી ફરાર થાય હતા,લૂંટની ઘટનામાં કોસંબા પોલીસે ત્રણેય આરોપીઓ ને ઝડપી જેલ હવાલે કર્યા. થોડા દિવસ અગાઉ સુરતના મહુવેજ ગામ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બાઇક સવાર કેશયર ને લૂંટી લેવાયો હતો,
બાઇક ઉપર આવેલા ત્રણ ઈસમોએ બાઇક પર જઈ રહેલા કેશિયરને રોકી લૂંટી લીધો હતો. એક એજન્સીનો કેશિયર કંપનીઓના પૈસા કલેક્ટ કરી બેન્કમાં ભરવા માટે જઇ રહ્યો હતો તે સમય દરમિયાન બાઇક ઉપર આવેલ ત્રણ ઈસમો કેશિયરને રોકી હાથ ઉપર ચપ્પુ વડે હુમલો કરી ૩,૬૭,૧૧૫ રૂપિયા ભરેલી બેગ છીનવી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર કેશિયરે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટ કરનાર લૂંટારુઓને ઝડપી જેલ હવાલે કરી દીધા હતા. લૂંટની ઘટનાને લઈ કોસંબા પોલીસ વોચમાં હતી
તે સમય દરમિયાન કોસંબા પોલીસને બાતમી મળી હતી કે લૂંટની ઘટના ને અંજામ આપનાર ત્રણેય ઈસમો નેશનલ હાઇવે ૪૮ ઉપર સાવા પાટિયા નજીક આવનાર છે, દરમિયાન સાવા ચોકડી ખાતેથી ત્રણેય ઈસમો બાઇક ઉપરથી પસાર થયા હતા. આ ઘટનાને લઈ ભોગ બનનાર કેશિયરે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.