સુરતમાં વધુ એક ૧૪ વર્ષના વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું
સુરત: રાજ્યમાં આત્મહત્યા કરીને મોતને વ્હાલું કરીને જીવન ટૂંકાવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ પણ આપઘાત કરતા પહેલા વિચારતા નથી અને સામાન્ય બાબતે જીવન ટુંકાવવા જેવા અંતિમ પગલાં ભરી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ધો.૯માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
જણાવીએ કે સુરતના રત્ન કલાકારના પરિવારના ૧૪ વર્ષીય વિદ્યાર્થીએ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પરિવાર પર દુખના વાદળ છવાઈ ગયા હતા. જાે કે આ વિદ્યાર્થી ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે સામે આવ્યું નથી. હાલ આ મામલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ કરી રહી છે.