સુરતમાં વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત
સુરત: સુરતના અડાજણ ખાતે રહેતા અને ચોકબજાર ખાતામાં કાપડની લેવેચ સાથે બાયો ડીઝલનો પંપ ચલાવતા યુવાને થોડા સમય પહેલા વેપાર માટે કેટલાક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, વ્યાજખોરોની કડક ઊઘરાણી સાથે મારી નાખવાની ધમકીને લઇને ત્રાસી ગયેલા યુવાન ઘરથી છેલ્લા ૧૦ દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે સુરતના છેવાડે આવેલ હજીરા ખાતે તેની લાશ મળી આવી હતી. જોકે આ યુવાને આપઘાત પહેલાં વ્યાજખોર જે ત્રાસ આપતા હતા તેમના નામ લાઈક સુસાઇડ નોટમાં લખ્યા હતા. આ સુસાઇડ નોટના આધારે પોલીસે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.
સુરતમાં સતત વ્યાજખોરોની દાદાગીરી સામે આવી રહી છે. વ્યાજે રૂપિયા આપ્યા બાદ રૂપિયાની ઊઘરાણી સાથે તગડું વ્યાજ વસુલ્યા બાદ પણ ત્રાસ આપતા વ્યાજે રૂપિયા લેનાર પાસે કોઈ વિકલ ન રહેતા આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે.
ત્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના અડાજણ ખાતે રહેતા અને બે વર્ષ પહેલાં કાપડ વણાટ ઉધોગ સાથે જોડાયેલા કેતન સોપારીવાળા છેલ્લા એક વર્ષથી ચોકબજાર પોલીસની હદમાં વેડરોડ ખાતે કાપડ લેવેચના વેપાર સાથે સુરતના વેડરોડ અને રાજપીપળા ખાતે આવેલ રાજપારડી ખાતે બાયો ડીઝલનો પંપ ધરાવતો હતો. તેમને વેપાર માટે થોડા સમય પહેલાં કેટલાક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે પૈસા સમય મર્યાદામાં ચૂકવી પણ દીધા હતા. જોકે ૩, ૫૦ લાખ ચૂકવા બાકી હતા પણ વ્યાજખોરો તેમને સતત હેરાન પરેશાન કરવા સાથે માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
જોકે તારીખ ૮ ઑક્ટોબરના રોજ વ્યાજખોર મનહરનો ભત્રીજો તેના મળતિયાયા લઈને આવીને કેતન ભાઈને ધમકાવી ગયો હતો જેને લઈનેતે પોતાની ઓફિસથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા હતા. જોકે આ મામલે પરિવાર દ્વારા ચોકબજાર પોલીસમાં તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. કેતન ભાઈની ઝેરી દવા પી ગયાથી મોત થયેલી હાલતમાં સુરતના શહેરના છેવાડે આવેલ હજીરા ખાતેથી લાશ મળી આવી હતી.
જોકે મરનાર કેતન ભાઈની લાશ ડીકંપોઝ હાલતમાં મળી આવી હતી, તેમની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમને રૂપિયા માટે વ્યાજખોર હેરાન કરતા હતા તેમનું નામ મનહર ઘીવાલા, કૈલાસ બેન ઘીવાલા, વિપુલ ઘીવાલા મિહિર વિરાણી, આશિષ તમાકુવાલા સંજય ભાઈના નામનો ઉલ્લેખ કરેલ હતો.