સુરતમાં સાળાએ બનેવીને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

Files Photo
સુરત: સુરત શહેરમાં ફરી ખુની ખેલ ખેલાયો છે. સુરત શહેરના સિંગણપોર પોલીસ મથકની હદમાં આવેલા મોટી વેડ ગામ તાપી નદીના પાસે આવેલા મંદિર પાસે આશરે ૨૫ વર્ષીય યુવકને ૧૫ જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૃતક યુવક નજીકથી મળી આવેલ દારુની બોટલો જાેતા અનુમાન લગાવાઇ રહ્યું છે કે, દારૂની મહેફિલ બાદ યુવકની હત્યા કરવામાં આવી હોઇ શકે. સિંગણપોર પોલીસ અને ડી ડિવિઝનનો સ્ટાફ હત્યાની તપાસમાં જાેડાયો છે અને હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
સિંગણપોરમાં કાંગારું મંદિર પાસે ૨૫ વર્ષના કમલેશ નામના યુવાનની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાયેલ લોહીલુહાણ હાલમાં લાશ મળી આવી હતી. સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં લાશ નજીકથી વિદેશી બનાવટના દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. દારૂની મહેફિલ બાદ હત્યા કરાઈ હોવાની દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, કમલેશ કોઈ કામધંધો કરતો નહતો તેમજ પત્નીને વારંવાર માર મારી ઘરમાંથી કાઢી મુકતો હતો. આ વતાનું મનદુખ રાખી સાળા કાલુએ બનેવી કમલેશની હત્યાનું આયોજન કરી મિત્રોની મદદથી હત્યા કરી હોવાનું હાલ બહાર આવ્યું છે. કાલુએ બનેવીને મોતને ઘાટ ઉતારવા દારૂની પાર્ટી રાખી હતી. બનેવી દારૂના નશામાં ચૂર બની જતા કાલુ અને એના મિત્રો કમલેશ પર તૂટી પડ્યા હતા અને પેટમાં ૭ અને પીઠમાં ૮ ઘા મારી કમલેશની પતાવી ભાગી ગયા હતા.
પીઆઇ વસાવાએ જણાવ્યું હતું કે, કમલેશની હત્યા પાછળ પારિવારિક ઝગડો કારણભૂત હોવાનું હાલ બહાર આવ્યું છે. બહેન સાસરીમાં થતા ઝગડાને લઈ વારંવાર ઘરે આવી જતી હોવાને કારણે હત્યારા કાલુ એ બનેવી ની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કમલેશ હત્યા કેસમાં હાલ ૩ આરોપી પકડાયા છે. તપાસ ચાલી રહી છે.