સુરતમાં સાસુના ત્રાસથી કંટાળી વહુએ ઝેરી દવા ગટગટાવી
સુરત: સુરતમાં રહેતી એક પુત્રની માતાએ અનાજમાં નાખવાની ઝેરી દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સસરા સાથેના આડાસંબંધ હોવાના વ્હેમમાં સાસુ આપતી હતી વહુને શારિરીક-માનસિક ત્રાસ આપતી હતી. આ બનાવના કારણે સમગ્ર કતારગામ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.
બનાવની વિગત એવી છે કે સુરતના કતારગામ વિસ્તાર માં રહેતા અને હીરાના કારખાના માં મેનેજર તરીકે કામ કરતા યુવકે ૭ વર્ષ પહેલાં એક યુવતી સાથે લગન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને ૨ વર્ષનો પુત્ર થયો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાસુ વિમુબેન ભાલાળા દ્વારા વહુને તેના સસરા જોડે આડાસંબંધ હોવાનો વ્હેમ રાખી શારિરીક-માનસિક ત્રાસ ગુજારતા હતાં.
સાસુ વહુને અવારનવાર ટોણા મારતી હતી કે ‘તારા સસરા જોડે આડા સંબંધો છે જેથી વહુ આ બાબતે પરેશાન થઈ ગઈ હતી જોકે એક દિવસ પોતાના પુત્રને લઇ તેના પિયરમાં ચાલી ગઇ હતી. પરંતુ સમાજના વડીલોની મધ્યસ્થીથી વહુને પરત સાસરે રહેવા આવી હતી. જો કે ગત રોજ પુનઃ સાસુ વિમુબેને વહું ને તેના પતિ અને સસરાના હાજરીમાં જ સસરા સાથે આડાસંબંધ હોવાના નામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા જોકે સાસુના શંકાશીલ સ્વભાવને લઇને માનસિક રીતે પડી ભાંગેલી વહુએ આવેશ માં આવીને ગતરોજ અનાજ માં નાખવાની ઝેરી દવા દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો
જોકે પરિવારને ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક વહુને સારવાર અર્થે હાસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર બાદ મહિલાની તબિયત સારી હોવાનું તબીબો એ જણાવ્યુ હતું