Western Times News

Gujarati News

સુરતમાં હવે રેઈનકોટનું કાપડ બનાવવાની પણ શરૂઆત થઈ

સુરત, સુરત શહેરમાં ડિફેન્સ માટેનું કાપડ છત્રીનું કાપડ સહીતના વિવિધ ટેકનીકલ ટેક્ષટાઈલ બનાવવામાં આવી રહયાં છે. ત્યારે સુરતના ટેક્ષટાઈલ ઉધોગકારો દ્વારા હવે રેઈનકોટનું કાપડ બનાવવાની પણ શરૂઆતમ કરવામાં આવી છે. જેમાં વિવિંગ કોટીગ અને ડિમાન્ડ પ્રમાણે કલર આપ્યા બાદ પીવીસી કોટીગ કરવામાં આવે છે.

પરંતુ થર્ડ પાર્ટી દ્વારા યુરોપ સહીતના દેશોમાં એકસપોર્ટ પણ કરવામાં આવે છે. રેઈનકોટનું કાપડ સામાન્ય વિવિંગ મશીનમાં બનતું નથી. જેથી રેઈનકોટના કાપડનું મેન્યુફેકચરીંગ કરવા માટે સુરતના ટેક્ષટાઈલ ઉધોગકારો દ્વારા મશીનરી આયાત કરવામાં આવી છે. જેમાં વિવિગ પ્રોસેસીગ અને પીવીસી કોટીગ કરવામાં આવે છે.

હાલ ડાયરેકટ વિદેશમાં એકસપોર્ટ કરવામાં આવી રહયું છે. નથી. પરંતુ મુંબઈ અને દિલ્હી જેવા શહેરમાં વિદેશની કંપનીઓના ગાર્મેન્ટ હાઉસ હોય છે. તેઓ દ્વારા રેઈનકોર્ટના કાપડની ખરીદી કરીને રેઈનકોટ તૈયાર કરવામાં આવી રહયાં છે.

ત્યારબાદ યુરોપ સહીતના દેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. લક્ષ્મીપતી સાડીના ઓનર સંજય સરાઉગીના જણાવ્યા મુજબ ટેકનીકલ ટેક્ષટાઈલ ઉપર અમે કામ કરી રહયાં છીએ. એટલે અમને આઈડીયા આવ્યો કે, રેઈનકોટનું પણ કાપડ બનાવી શકાય છે.

અમે એકસપોર્ટ કરી શકાય તે લેવલનું રેઈનકોટનું કાપડ બનાવી રહયાં છીએ. જેમાં વિવિગ પ્રોસેસીગ અને ત્યારબાદ જે કલરની ડિમાન્ડ હોય તે પ્રમાણે તૈયાર કરીને પીવીસી કોટીગ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.