Western Times News

Gujarati News

સુરતમાં હાથ-પગની ૨૬ આંગળીઓ સાથે બાળકી જન્મી, લોકોમાં આશ્ચર્ય

પ્રતિકાત્મક તસવીર

સુરત, સુરતના કામરેજ નજીક એક ગામમાં એક એવી બાળકીનો જન્મ થયો છે. તે લોકોને આશ્ચર્યમાં મૂડી દે તેવી છે. આ બાળકી ૨૬ આંગળી સાથે જન્મતા કુતુહલ સર્જાયું છે ત્યારે આવું બાળક લાખોમાં એક જન્મ લેતું હોય તેવું તબીબોનું અનુમાન છે. સુરતના કામરેજ તાલુકાના આવેલા માકણા ગામમાં રહેતા પરિવારમાં આજે સોમવારે એક બાળકીનો જન્મ થયો હતો. જોકે આ બાળકી ૨૬ આંગળી સાથે જન્મતા પરિવારમાં ખુશી સાથે આશ્ચર્ય પણ જોવા મળ્યું છે. મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના પ્રભાબેન અને પ્રકાશભાઈ બચુભાઈ જાલન્ધ્રા ત્યાં એક છોકરો અને એક છોકરી બાદ સાત વર્ષના લગ્નજીવનમાં ત્રીજા સંતાનમાં બાળકીનો જન્મ થયો હતો.

રત્નકલાકાર તરીકે કામ કરતાં પ્રકાશભાઈએ પત્નીની આ ચોથી પ્રસૂતિ હતી. એક બાળક મોતને ભેટ્યું હતું. ૨૬ આંગળીઓ વાળી બાળકીની પ્રસૂતિ સુધીના સોનાગ્રાફીથી લઈને તમામ રિપોર્ટ નોર્મલ હતાં. અમને બાળકીના જન્મ સુધી ૨૬ આંગળીઓ હોવાની જાણ નહોતી. બીજી ડિસેમ્બરના રોજ નોર્મલ ડિલિવરીમાં બાળકીના જન્મ સાથે જ ૨૬ આંગળીઓ સાથે જન્મ થયો હતો. પરિવારમાં કોઈને પણ આ પ્રકારે વધારે આંગળીઓ કોઈને નથી પણ બાળકી ૨૬ આંગળી સાથે જન્મ લેતા પરિવાર સાથે ઘરની આસપાસ પણ કુતૂહલ સર્જાયું હોય તેવું લોકો અનુભવી રહ્યાં છે.

જોકે બાળકીને હાથમાં છ અને પગમાં સાત આંગળીઓ છે ત્યારે મેડિકલની ભાષામાં પોલી ડેકટાઈલીના નામે ઓળખાતો આ બહુ રેરેસ્ટ ઓફ રેર કેસ કહી શકાય. લાખોમાં આવો કેસ બની શકે છે. ગર્ભમાં જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે ટિ્‌વન્સ બનવાની જગ્યાએ એક જ બાળકમાં બીજું બાળક બન્યા વગર એકમાં જ તેના અંગો આવી જાય તે પ્રકારનો આ રેર કેસ કહી શકાય. આંગળીઓ ભલે વધારે હોય પણ બાળકીને આગળ જતાં કોઈ તકલીફ થાય તેવું ન કહી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.