સુરતમાં ૧૨ વર્ષના એકના એક પુત્રનું કરંટથી મોત
સુરત: શહેરમાં એક માસૂમ બાળકનું હાઈટેન્શન લાઈનના કરંટથી કરૂણ મોત નિપજ્યાના સમાચારથી સચિન વિસ્તારના પાલી ગામમાં ચકચાર મચી ગઈ છે. ૧૨ વર્ષનો બાળક પોતાના માટે નવા બની રહેલા રૂમમાં જ કરંટ લાગવાથી મોતને ભેટ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સચીન પાલી ગામમાં રહેતા જય પ્રકાશ જે કરિયાણા સ્ટોર ચલાવે છે. તેમનું ગામમાં જ ત્રણ માળનું મકાન બની રહ્યું છે. આ સમયે તેમનો બાળક ત્રીજા માળે તેનો નવનર્મિત થઈ રહેલો રૂમ જાેવા ગયો અને રમતા-રમતા હાથમાં રહેલો લોખંડનો સળીયો હાઈ ટેન્શન લાઈન સાથે અડી જતા અચાનક જ કરંટથી મોતને ભેટ્યો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ૧૨ વર્ષનો આયુષ નામનો તરૂણ પોતાના ઘરે પોતાનો નવો રૂમ બનતો હતો, જેથી ઉત્સાહમાં રોજ વારંવાર દિવસમાં બે ત્રણ વખત પોતાનો રૂમ જાેવા માટે જતો હતો, આજે પણ તે ત્રીજા માળે પોતાનો રૂમ જાેવા માટે ગયો હતો,
તે સમયે તેણે લોખંડનો એક સળીયો ઉઠાવી લીધો જે ઘર બહાર જતી હાઈ ટેન્શન લાઈનને અડી ગયો આ દુર્ઘટનામાં બાળક સળીયા સાથે ત્યાં જ કરંટથી ચોંટી ગયો અને તેનું મોત નિપજ્યું છે. તેના પિતાના જણાવ્યા અનુસાર,
તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને અહીં કરિયાણાનો સ્ટોર ચલાવે છે. આ ઘટના સમયે તેઓ ઘરની નીચે જ હતા, તેમણે ઉપર વાયરમાં તણખલા થતા જાેયા અને તુરંત ઉપર ગયા તો તેમણે જાેયું કે, તેમનો ૧૨ વર્ષનો બાળક આયુષના હાથમાં લોખંડનો સળીયો હતો,
જેનો એક છેડો હાઈ ટેન્શન વાયરની લાઈનને અડેલો હતો. તેઓ તુરંત ગભરાઈ ગયા અને બાળકને ઉઠાવી તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ બાળક ત્યાં સુધીમાં બગવાનના ઘરે પહોંચી ગયા હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, આયુષ મારો એકનો એક દીકરો હતો, તેના પછી એક બાળકીનો જન્મ થયો હતો. તેના માટે ઘરમાં એક અલગ રૂમ તૈયાર થઈ રહ્યો હતો, તેનો ઉત્સાહ તેને ખુબ જ હતો, પરંતુ તેનો પૂમ તૈયાર થાય અને તેનું બાળપણ માણીએ તે પહેલા જ એજ રૂમમાં તેનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ મામલે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.