સુરતમાં ૧૨ વર્ષની પુત્રી સાથે શારીરિક છેડછાડ કરતો પિતા
સુરત: સુરતમાં પિતાની ગરીમાને ઠેસ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક પિતાએ ૧૨ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં અને તેનો નહાતો વીડિયો ઉતાર્યાની ફરિયાદ માતાએ જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ બાળકીને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી હતી જેના કારણે પિતાની આ બધી હરકતોને તેની માતાને જણાવી હતી. આ અંગે સરથાણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તરમાં રહેતી મહિલા પોતાના પતિ સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયું છે કે, તેના લગ્ન જીવન દરમિયાન તેને એક પુત્રી હતી. જાેકે પતિ સાથે દરરોજ થતા ઝગડાને કારણે તેણે પહેલા પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. જે બાદ મહિલાએ અન્ય એક યુવક સાથે લગ્ન કાર્યા હતા. આ અન્ય સાથે મહિલાએ લગન કર્યા ત્યારે મહિલાની ૧૨ વર્ષની દીકરી પણ સાથે રહેતી હતી. આ સાવકા પિતા દ્વારા ૧૨ વર્ષની બાળકી ઉપર તેની દાનત પહેલેથી જ ખરાબ હતી. સાવકો પિતા દીકરીને શારીરિક અડપલાં કરતો હતો અને બાળકીને તેની માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો.
થોડા સમય પહેલા શાળામાં અભ્યાસ દરમિયાન બાળકીને ગુડ ટચ અને બેડ ટચ બાબતે જાણકારી આપવામાં આવી હતી. જેથી આ ૧૨ વર્ષની બાળકીએ આ બાબતે પોતાની માતાને જાણકારી આપી હતી કે, તેના સાવકા પિતાએ તેને બેડ ટચ કર્યો છે. પ્રાઈવેટ ભાગમાં અડપલા કર્યા હતા. આ સાથે અનેક જગ્યા પર તેની સાથે છેડતી કરતો હતો. મહિલા જ્યારે પરિવાર સાથે વતન ગઇ હતી
ત્યારે પિતાએ આ બાળકીનો નહાતો વીડિયો પણ ઉતાર્યો હોવાનું બાળકી માતાને જણાવ્યું હતું. તે સમયે આ યુવાને પરિવારની માફી માંગી પિતા તરીકેની તમામ ફરજ અદા કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ તો પણ તે પોતાની હરકતોથી બાજ આવતો ન હતો. જેથી હવસખોર પિતા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.