Western Times News

Gujarati News

સુરતમાં ૧૩પ શાળા તમાકુ મુક્ત બની- માત્ર પ દિવસમાં જ તંત્ર દ્વારા શાળાઓમાં જાગૃતિ લવાઈ

પ્રતિકાત્મક

સુરત, સુરત મ્યુનસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનર કચેરી અને ફેઈથ ફાઉનેશનના દ્વારા ૩જી જાન્યુઆીરથી ૭મી જાન્યુઆરી પ દિવસીય ટોબેકો ફ્રી જનરેશન- તમાકુ મુકત શાળા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયાં ૮ હજાર બાળકોએ તમાકુ મુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ભારત એક યુવા રાષ્ટ્ર છે જેમાં લગભગ ૪૧ટકા વસ્તી ર૦ વર્ષથી ઓછી વયના જૂથમાં છે (જનગણતરી ર૦૧૧) ગ્લોબલ યુથ ટોબેકો સર્વે ર૦૧૯ ગુજરાતના ડેટા મુજબ હાલમાં લગભગ પ.૪ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે. ભારત અને તેથી વધુ ગુજરાતએ તમાકુથી થતાં મોઢાના કેન્સરમાં મોખરે છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ પ૪ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે.

તમાકુ એ વ્યસનની દુનિયામાં પ્રથમ પગથિયું છે. આથી બાળકો અને યુવા તમાકુ મુક્ત જીવન જીવે તે જરૂરી છે.
તમાકુ નિયંત્રણ માટે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ ર૦૦૩ કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેની મુખ્ય કલમ ૪, પ, ૬ (અ અને બ), ૭ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર ધ્વારા કલમ ૬ બ માટે ૦૯ મુદ્દાની અમલીકરણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ કમિશનર કચેરી અને ફેઈથ ફાઉનેશનના સંયુકત ઉપક્રમે ૩જી જાન્યુઆરીથી ૭મી જાન્યુઆરી પ દિવસીય ટોબેકો ફ્રી જનરેશન – તમાકુ મુક્ત શાળા અભિયાન હાથધરવામાં આવ્યું હતું આ અભિયાનમાં પ દિવસમાં સુરત કોર્પોરેશનમાં આવેલ અલગ અલગ ૮ ઝોનમાં આવેલ ૧૩પ શાળાઓમાં તમાકુ મુકત શાળા બનાવવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.