સુરતમાં ૧૯ વર્ષની પરિણીતાનો દહેજ માટે ત્રાસ આપતા આપધાત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/sucied-scaled.jpg)
Files Photo
સુરત: સુરત શહેરને કોઇની નજર લાગી હોય તેવી ઘટનાઓ વારંવાર બની રહી છે શહેરમાં એક તરફ નવા પોલીસ કમિશ્નર આવ્યા બાજ ક્રાઇમનું સ્તર ધટયુ છે ત્યારે બીજી તરફ આપધાત અને અકસ્માતોની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે દરમિયાન સુરતમાં પરિણીતાના આપધાતની ઘટનાઓ સામે આવી છે માબાપે નાની ઉમરે દીકરીને પરણાવી તચેના સુખી સંસારના આશીર્વાદ આપ્યા હતાં જાે કે મા બાપે દીકરી પરણાવી ત્યારે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે જે ઘરમાં પોતાની લાડકવાયીને મોકલી રહ્યાં છે તે ઘર દહેજ લાલચુ પિશાચીઓનો અડ્ડો છે. આ ઉકિત એટલે સાબિત થઇ છે કારણ કે ૧૯ વર્ષની ઉમરે સંસારમાં ડગ માડી રહેલી યુવતીએ પતિ અને સાસુના ત્રાસથી માત્ર ૯ મહિનાના લગ્ન જીવનમાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે.
![]() |
![]() |
ઉમરવાડા સલીમનગરમાં રહેતી ૧૯ વર્ષીય પરિણીતાએ બે દિવસ અગાઉ ઉમરવાડા ટેનામેન્ટમાં માતાના ઘરે જઇ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી રૂ.૪ લાખ દહેજ પેટે માંગી પતિ અને સાસુ ત્રાસ આપતા હોય લગ્નજીવનના માત્ર નવ માસમાં ૧૯ વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરતા સલાબપુરા પોલીસે પતિ અને સાસુ વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેકણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે ઉમરવાડા સલીમનગર ગોલદવાખાના પાસે રહેતા શેરખાન મોહમદ ખાન પઠાણની ૧૯ વર્ષીય પત્ની સાહીસ્તાબીએ ગત ગુરૂવારે સાંજે ૬.૩૫ કલાકે ઉમરવાડા ટેનામેન્ટ ડી ૬ રૂ.નં ૭ બ્લોક નં ડી ૬માં રહેતા માતાના ઘરે જઇ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી
લગ્નજીવનના માત્ર નવ માસમાં સાહીસ્તાબીએ આત્મહત્યા કરી લેતા સલાબતપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.તપાસમાં જાણવા મળ્યુ હતું કે લગ્નના એક માસ બાદ જ સાહીસ્તાબીને પતિ શેરખાન અને વિધવા સાસુ બેબાબેન યેનકેન પ્રકાશે બહારના બનાવી ગળાગલોચ કરી મારઝુડ કરી અવારનવાર દહેજ પેટે ૪ લાખની માંગણી કરતા હતાં.