Western Times News

Gujarati News

સુરતમાં ૨૧.૪૮ કરોડનું ઉઠામણું કરનાર ઝડપાયો

સુરત, સુરતના વરાછા ગ્લોબલ માર્કેટમાં પેઢી બંધ કરી ૨૧.૪૮ કરોડનું ઉઠામણું કરનાર આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં દલાલ તેમજ મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ દ્વારા ૦૪.૫૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ રીકવરી કરવામાં આવ્યો હતો.

અન્ય બંને વોન્ટેડ આરોપી દુબઈ ભાગી ગયા હોવાની માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં એ.ડી.એસ કલ્ચર તથા અન્ય ફર્મથી દીક્ષીતભાઈ મિયાણી, રવિ તથા અનશભાઈ ઇકબાલભાઈ મોતીયાણીએ ફર્મ શરૂ કરી હતી.

આ ત્રણેય ઠગબાજાેએ દલાલ રફીક ઉર્ફે અલ્લારખા પેનવાલા, જીતેન્દ્ર માંગુકીયા તથા મહાવીર પ્રસાદ ટાપરીયા સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડી નાખ્યું હતું. આયોજન મુજબ વિવર્સ પાસેથી કપડાનો માલ ખરીદી સમય સર ચુકવણી કરવામાં આવી હતી.

જાે કે, બાદમાં આ તમામ ઠગબાજાેએ ૧૦૦ થી વધુ વિવર્સો પાસેથી અંદાજીત ૨૪ કરોડનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. બાદમાં બંને ફર્મ બંધ કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ઝી ૨૪ કલાક દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ગૃહમંત્રીએ વિવર્સોને બોલાવી ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

બાદમાં વરાછા પોલીસે તુરંત મનોજભાઈ નાગજીભાઈ માવાણીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે એડીએસ કલ્ચર ફર્મના વહીવટ કર્તા મુખ્ય આરોપી દીક્ષીત મિયાની અને માલ વેચનાર અમજીની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. અમજી આ કૌભાંડ બાદ દુબઈ ભાગી ગયો હતો. આ સાથે અન્ય આરોપી અનસ અને રવિ પણ દુબઈ ભાગી ગયો છે.

જેથી પોલીસની એક ટિમ બનાવી બંનેની શોધખોળમાં લગાવી દેવામાં આવી હતી. આ સાથે પોલીસે ૪.૫૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બજાર ભાવ કરતા ઓછા ભાવે માલ કાચા વેચાણ કરી તે આરોપી એમજી પેનવાલાને પકડી ડીટેઇન કરી પૂછપરછ કરી તપાસ કરતા આરોપી દીક્ષીત વરાછા ગ્લોબલ માર્કેટમાં દુકાન રાખી વિવર્સો પાસેથી દલાલ મહાવિર પ્રસાદ ટાપરીયા તથા જીતેન્દ્ર દામજી માંગુકીયા તથા બીજા અન્ય દલાલો મારફતે માલ લઇ આ લીધેલ માલ પોતાના ભાગીદાર આરોપી અનશભાઈ મોતીયાણી તથા આર.એન.સીમાં પણ તેણે ભાગીદારી કરી માલ કાચાને ઓછા ભાવે અમજી સાથે મળી તેને દલાલી આપી વેચાણ કરતા હતા.

તેઓએ જે વેપારીને માલ વેચાણ કરતા તે વેપારીઓ સાથે વિવર્સી ડાયરેક્ટ ન થાય તે માટે તેઓએ આરોપી રવિ ગોહીલના નામે ઓમ ફેબ્રીક્સ ફર્મથી ગ્લોબલ માર્કેટમાં દુકાન ચાલુ કરી અને તેઓની નવી રોલિંગ પાર્ટીને માલ કાચામાં રોકડામાં મોકલતા પરંતુ જેના બિલ ઓમ ફેબ્રીક્સ ફર્મના નામે બનાવી કાચામાં રોકડામાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.