સુરતમાં ૨૪૫ દિવસ બાદ કોરોનાનાં ૧ હજારથી વધુ કેસ નોંધાયા
સુરત, રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ હવે સરકાર માટે પણ ચિંતાનો વિષય બની ગયુ છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે, જાે કે આ મામલે સુરત પણ પાછળ નથી. શહેરમાં પણ કોરોનાનાં કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, સુરતમાં લગભગ ૨૪૫ દિવસ બાદ ૧ હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરુવારને સામે આવેલા આ ૧૦૩૯ કેસ લોકો માટે એખ ચેતવણી સમાન છે. અહી અઠવા ઝોનમાં ૪૮૪, રાંદેર ઝોનમાં ૨૨૦ કેસ, વરાછા ઝોનમાં ૧૦૪ કેસ નોંધાયા છે. વળી આ ઉપરાંત શહેરમાં ૯૪ વિદ્યાર્થી, ૬ શિક્ષક પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. શહેરનાં ૩ ડોક્ટર પણ કોરોનાથી બચી શક્યા નથી.
સુરતમાં સ્થિતિ રોજ ખરાબ બનતી જઇ રહી છે. સમાચાર મળી રહ્યા તે મુજબ, ૮૪ ડાયમન્ડ ટેક્સટાઇલ વેપારીઓને પણ કોરોનાએ પોતાની ઝપટમાં લઇ લીધેલ છે. સુરતમાં ૧૧૯૩ નવા કેસની સામે માત્ર ૧ દર્દી જ ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.
આ પહેલા સુરતનાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં ૫૭ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ હડકંપ મચી જવા પામ્યુ હતુ. સુત્રનાં જણાવ્યા અનુસાર, ૧૪ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. લગભગ ૪૭૪ વિદ્યાર્થીઓનાં કોરોનાનાં રેપિડ ટેસ્ટ કરાયા હતા. જે પૈકી ૫૭ વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સમાચાર સામે આવ્યા બાદ તંત્ર દ્વારા યુનિવર્સિટીનું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતુ. હવે ખબર છે કે તમામ વિદ્યાર્થીઓને હોમ ક્વોરેન્ટિન કરવામાં આવશે.HS