સુરતમાં ૨૪ વર્ષની શિક્ષિકાએ ૧૪માં માળેથી કુદીને જીવન ટૂંકાવ્યું

સુરત: મોટા વરાછામાં શિક્ષિકાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાએ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી નીચે મોતની છલાંગ લગાવતા કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.૧૪માં માળેથી કુદેલી મહિલા કારના પાછળના ભાગ પર પટકાઈ હતી. બાદમાં તેનું મોત નીપજ્યું હતું.
મોટા વરાછા પ્રિન્સેસ હાઉસમાં મહિલા ટેરેસ પરથી લગાવી છલાંગ લગાવી કુદી હતી. અંદાજે ૨૪ વર્ષની વયની શિક્ષિકાએ આ પગલું કેમ ભર્યું તેને લઈને સૌ કોઈ ચોંકી ગયા છે.મહિલા નાના વરાછા ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.મોતની છલાંગ લગાવાનું કારણ અકબંધ છે. અમરોલી પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને તેમના પરિવારજનોના નિવેદન લેવાના શરૂ કર્યા હતા.
પોલીસે પડોશીઓને પણ પૂછપરછ કરી હતી. જેમાં મહિલા સાથે ઘરમાં કોઈ પણ બનાવ થયો છે કે, કેમ તે અંગેની પણ તપાસ કરી તેમજ પરિવારજનોને શિક્ષિકા ડિપ્રેશનમાં હતી કે, કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે. એકાએક લીધેલા પગલાંથી પ્રિન્સ હાઉસમાં રહેતા રહેવાસીઓ પણ અવાક બની ગયા હતા, મહિલાએ કયા કારણ છે પોતાનો જીવ ગુમાવ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે.