Western Times News

Gujarati News

સુરતમાં ૩૦૦૦ જેવી રકમ માટે મિત્રએ મિત્રની હત્યા કરી

સુરત, સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે કારણ કે શહેરમાં હત્યા જીવલેણ હુમલો અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે ગોડાદરા વિસ્તારમાં ત્રણ હજાર રૂપિયાની લેતીદેતીમાં બે યુવાનો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જાેકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો હતો.

સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે કારણ કે શહેરમાં હત્યા જીવલેણ હુમલો અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી.

સુરજ ઉર્ફે સુર્યા રમા શંકર ચૌધરી પાસેથી સૂર્ય પ્રતાપ સિંઘ ઉર્ફે ગોલુ દુર્ગાપ્રસાદ રાજપૂતે ૩૦૦૦ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. જાે કે, પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી. બીજી તરફ લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોસીન સલમાન ખાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. સુર્યપ્રતાપ તેના મિત્ર સુરજની હત્યા કર્યા બાદ ત્યાંથી નાસી ગયો હતો. સુર્યપ્રતાપે તેના એક મિત્ર પાસે પૈસાની સગવડ કરી આપવા કહ્યું હતું. ઉછીના રૂપિયા લઈને વતન જવા નીકળ્યો હતો.

કરફ્યુના સમયે તેની પાસે વાહન નહીં હોવાથી તે ચાલતો સ્ટેશન તરફ નીકળ્યો હતો. જાેકે પોલીસને તે બ્લેક શર્ટ પહેંરીને નીકળ્યો હોવાની બાતમી મળતા રસ્તાની વચ્ચેથી જ આરોપી સૂર્યપ્રતાપ સીંગ ઉર્ફ ગોલુ દુર્ગાપ્રસાદ રાજપુતને ઝડપી પાડ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.