Western Times News

Gujarati News

સુરતમાં ૪૫ નું વેક્સિનેશન બંધ, લોકોએ ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લીધા

સુરત: સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જાેવા મળી રહ્યો છે. ૪૫થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજાે ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે આજે રીતસરની પડાપડી થઈ ગઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જાેવા મળ્યા હતા. જેના દ્રશ્ય એટલા ભયાવહ હતા કે કોરોના સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં આવી શકે તે એક મોટો પ્રશ્ન છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશન માટે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે વેક્સિનના શું પરિણામ આવ્યું છે તે જાેતા લોકોનો વિશ્વાસ પણ તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે. પરિણામે લોકો હવે વેક્સિનેશન માટે પડાપડી કરી રહ્યા છે. સુરતના ભીમપોરની એક શાળામાં વેક્સિનેશન માટેનું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ કેટલી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે અને તે કેટલી ગંભીર હોય શકે છે તે અહીં જાેવા મળી છે.

વેક્સિનેશન માટે સુરત શહેરમાં પડાપડી થતી જાેવા મળી રહી છે. લોકોને હવે વેક્સિન લેવી છે પરંતુ જે રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ યુવાનો અને વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ૧લી મેથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત થતાની સાથે જ લોકોને વેક્સિનનો સ્ટોકને લઈને શંકા ઊભી થઈ છે. સતત શહેરભરમાં ચર્ચા થઈ રહી છે કે વેક્સિન ખૂબ ઓછી હોવાથી વેક્સિનેશનનો કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. વેક્સિન લેનારા લોકોને કોરોના સંક્રમણનું જાેખમ ખૂબ ઓછા પ્રમાણમાં રહેલું છે. જેને કારણે હવે લોકો પોતાની સુરક્ષા માટે ઝડપથી વેક્સિન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભીમપોર વિસ્તારમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોકન વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવી જરૂરી હતી. પરંતુ જે રીતે લોકો એકાએક ટોકન લેવા માટે ધસી જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા.

જાે આ ટોળામાંથી કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો શું પરિસ્થિતિ ઊભી થઇ શકે તેની આપણે ગંભીરતા સમજી શકીએ છીએ. વેક્સિનેશન સેન્ટરમાં ઇન્ચાર્જ કોણ હતું તેની તપાસ કરીને તેમની સામે પગલાં લેવા જરૂરી બને છે. જાે આ પ્રકારની સ્થિતિ અન્ય રસીકરણ સેન્ટર પર પણ હોય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
શહેરમાં હવે વેક્સિન પણ ખૂટી પડી છે. ૧૮ થી ૪૪ વયજૂથના લોકો માટે વેક્સિન શરૂ કરવામાં આવી છે અને લોકો લેવા માટે પણ તૈયાર છે

છતાં રોજના માંડ પાંચ હજાર લોકોને જ રસી મૂકવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત પાલિકાને દસ દિવસ માટે માત્ર પચાસ હજાર વેક્સિનનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે. જે મુજબ રોજના પાંચ હજાર લોકોને રસી મૂકવામાં આવે છે અને આ પ્રમાણે જ રજીસ્ટ્રેશન પણ થાય છે. સાંજે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ થાય તેના એક જ કલાકમાં પાંચ હજાર એપોઈન્ટમેન્ટ ફુલ થઈ જાય છે જેથી અન્ય યુવાઓને રજીસ્ટ્રેશન પણ થતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.