Western Times News

Gujarati News

સુરતમાં ૬ વર્ષના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી

સુરત, સુરતમાં એક પછી એક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, વધુ એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં પહેલા ધોરણમાં ભણતા છ વર્ષના વિદ્યાર્થીની લાશ ગોડાદરા વિસ્તારમાંથી બુધવારે મળી આવી છે. આ લાશ હત્યા કરીને પાણીની ટાંકીમાં નાખી દીધી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જે બાળકની મોત થયું છે તેનું અગાઉ અપહરણ કરવામાં આવ્યું હોવાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્મિત પટેલ નામનો માત્ર ૬ વર્ષનો છોકરો મંગળવારે પોતાના ઘરની નજીકમાં આવેલા ટ્યુશન ક્લાસમાં જવા માટે નીકળ્યો પછી ગુમ થઈ ગયો હતો. તે મહર્ષિ આસ્તિક સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

૩૩ વર્ષના સ્મિતના પિતા વિષ્ણુ પટેલ ગોડાદરામાં આવેલી ધીરજ નાગર સોસાયટીમાં પત્ની નયના સાથે રહે છે. અને તેઓ પ્રાઈવેટ ફર્મમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. મંગળવારે સ્મિત ઘરેથી લગભગ ૪.૧૫ વાગ્યે પોતાના ઘરેથી એની જ સોસાયટીમાં આવેલા ટ્યુશન ક્લાસમાં જવા માટે નીકળ્યો હતો, પરંતુ તે રોજના ટાઈમે ઘરે પાછો નહોતો આવ્યો.

નયનાએ દીકરો ટ્યુશનથી ઘરે પાછો ના આવતા તેની તપાસ શરુ કરી હતી આ દરમિયાન તેમને ખબર પડી કે તે ટ્યુશન આવ્યો જ નથી, આ સાંભળીને તેઓ ગભરાઈ ગયા હતા અને આસપાસમાં તેની તપાસ કરી હતી. આ પછી નયનાએ પોતાના પતિને આ વિશે જાણ કરી હતી અને જે પછી બન્નેએ પોતાના દીકરાને શોધવા માટેના પ્રયાસો કર્યા હતા.

તમામ પ્રયાસો છતાં દીકરો ના મળ્યા પછી પિતા વિષ્ણુ પટેલે આ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દીકરાનું અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહણ કરાયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પણ તપાસ દરમિયાન દીકરાની ભાળ મળી નહોતી.

ગોડાદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એડી ગામિતે જણાવ્યું કે, “જ્યારે પોલીસની એક ટીમ સ્મિતની તપાસ કરવા માટે તેના ઘરની બાજુમાં આવેલા ધાબા પર ગઈ ત્યારે તેની લાશ એક પાણીની ટાંકીમાંથી મળી આવી હતી.”

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સ્મિત ટ્યુશન જવા નહોતો માગતો પણ તેની માતાએ દબાણ કર્યા બાદ તે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળી ગયો હતો, પરંતુ તે ટ્યુશન ગયો નહોતો. પોલીસ ઈન્સ્પેક્ટર એડી ગામિતે કહ્યું છે કે, “હાલ તો આ ઘટના અકસ્માતે બની હોવાનું લાગી રહ્યું છે પરંતુ અલગ-અલગ એંગલથી કેસની વધારે તપાસ કરવામાં આવશે.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.