સુરતમાં ૮ વર્ષની બાળકીને હવસખોરે પીંખી નાખી
સુરત: શહેરમાં નાની બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે શહેરમાં ફરી આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. હવસ ભૂખ્સો શખ્સ આ બાળકીને તેના મકાનથી ઉઠાવીને દોઢ કિલોમીટર દૂરના વિસ્તારમાં લઈ ગયો હતો. અહીં તેણી બાળખીને પીંખી નાખી હતી. એવી પણ માહિતી મળી છે કે બાળકીને ઉઠાવીને લઈ ગયા પહેલા નરાધને એક ૧૮ વર્ષની યુવતીને પોતાની સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, તેમાં નિષ્ફળતા મળતા તેણે થોડા સમય પછી બાળકીને ઉઠાવી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસીના લક્ષ્મીવીલા ઈન્ડસ્ટ્રીયલના પ્લોટમાં કડિયાકામ કરતા મધ્યપ્રદેશના પરિવારની આઠ વર્ષની બાળકી ગુરુવારે મધરાત્રે ગુમ થઈ હતી. બાળકી પોતાના પરિવાર સાથે ઊંઘી રહી હતી ત્યારે એક નરાધમ તેણીને ઊંચકીને લઈ ગયો હતો. અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં બાળકીને ત્યાં જ છોડી દીધી હતી. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી ફૂટેજમાં જાેઈ શકાય છે કે બુધવારે રાત્રે ૧૦.૦૮ કલાકે સાઇકલ પર આવેલો એક શખ્સ પહેલા એક ૧૮ વર્ષની યુવતીને તેની સાથે લઈ જવાનો પ્રયાસ કરે છે. યુવતીના સંબંધી જાગી જતા નરાધમ ત્યાંથી ચાલ્યો જાય છે.
જે બાદમાં ૧૧.૧૮ વાગ્યે ફરીથી તે ચાલતો આવ્યો હતો અને બાળકીને ઊઠાવીને લઈ ગયો હતો. રાત્રિ દરમિયાન બાળકીના પિતા જાગી ગયા હતા. પોતાના બાળકી ન હોવાથી તેણે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જાેકે, બાળકી મળી આવી ન હતી. જે બાદમાં પરિવારે સવારે પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન એક ચાની કિટલીવાળાને બાળકી મળી આવતા તેણે પોલીસને સોંપી હતી. પોલીસે બાળકીનું મેડિકલ પરિક્ષણ કરાવતા તેના ગુપ્તાંગમાં ઈજાના નિશાન હોવાનું ખુલ્યું હતું.