Western Times News

Gujarati News

સુરતમાં ૯ માસની બાળકીને કોરોના પોઝિટીવ રિપોર્ટ

સુરત: ગુજરાતમાં હાલમાં કોરોનાની બીજી લહેરમાં કેસની સંખ્યા ઘટી રહી છે. જાેકે ક્યાંકને ક્યાંક તબીબો દ્વારા ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવામાં સુરતમાં ૯ માસની બાળકીને કોરોના પોઝિટીવ આવતા ચકચાર પછી ગઈં છે.

સુરતના પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં એક પરિવારની ૯ માસની બાળકીને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી અને તાવ આવતો હતો. જેને કારણે તેના માતા-પિતા આ બાળકીને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તબીબ દ્વારા આ બાળકીનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

હાલ બાળકીને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. જાેકે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના તમામ લોકોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથોસાથ જે રીતે નવ માસની બાળકીમાં કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતાનું મોજુ જાેવા મળી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૮ કેસ નોંધાયા છે. દરમિયાન ૨૪ કલાકમાં ૩૯ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને ૯૮.૭૫ ટકા થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.