Western Times News

Gujarati News

સુરત એરપોર્ટના રન-વેને નડતાં ૪૭ હજારથી વધુ લોકો ઘર ગુમાવશે

સુરત, એરપોર્ટના રન-વેને નડતરરૂપ વિવાદાસ્પદ હાઈરાઈઝડ બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવા હાઈકોર્ટના આદેશ બાદ તંત્રે ડીમોલીશનનો તખ્તો ગોઠવવામાં લાગી ગયુ છે. ત્યારે શહેરના બિલ્ડર્સ સમુહ ક્રેડાઈએ બિલ્ડીંગોને બચાવવા મેદાનમાં ઝંપલાવ્યુ છે.

સાથે જ પ્રતિભાવ દર્શાવી કાર્યવાહીના પરિણામ , અવરોધરૂપ મુદ્દા અને એના .કેલ તરફ મંતવ્યો રજુ કર્યા છે. ક્રેડાઈએ પાલિકાની કામગીરી પર આંગળી ચીંધી કહ્યુ હતુ કે રજાચિઠ્ઠી સ્થગિત કરતી નોટીસને પગલે ૪૦ પ્રોજેક્ટના ૧૯૮ બિલ્ડીંગોના ૮૦૬૪ ફલેટ પૈકીના ૧૪૪૦ ફલેટો તોડવા પડે એમ છે. જેનાથી ૪૭પર૦ રહીશો પર ગુમાવશે.

આ તમામ ઈમારતો કાયદેસરની છે. જને પાલિકાએ જ અધિકૃત કરી હતી. હવે પાલિકાએ જ ઉંચાઈ ચકાસી નોટીસો આપી છે. આ ઇમારતોને વર્ષ ર૦૦૭થી ર૦૧૬ના ગાળામાં પણ આપી દેવાયા હતા. વળી, તમામ બિલ્ડીંગોમાં હવે ફલેટધારકો વહીવટ કરતા હોવાથી કોઈડેવલપર્સનો અધિકાર કે કબજાે નથી.

ઈમારતોને સદર એક્ટ હેઠળ ૭પ૧ (ઇ)ની કલમ ૧૬ મુજબ લાંબા સમય બાદ નોટીસ અપાઈ છે. આ ઉપરાંત જે તે સમયે ખુદ એરપોર્ટ ઓથોરીટીએ પણ એનઓસી આપી હતી.

જાે ૧૪૪૦ ફલેટ તોડી પાડવામાં આવે તો ફલેટ ધારકોને કુલ રૂા.૪૧૦૦ કરોડનુૃં વળતર ચુકવવુ પડી શકે છે. તેથી અંતિમ ડીમોલીશન નોટીસ પછી પણ તાત્કાલિક ઉકેલ શક્ય નથી. વળી, આ તમામ પ્રોજેકેેટોમાં ૧૦૦૦ કરોડની બેક લોન ચાલી રહી હોવાથી ફલેટ ધારકોનેે તેની ચુકવણીમાં પણ મુશ્કેલી આવશે.

સદર ફલેટના માપ બંધ બેસતા નથી. ૧.૬૭ મી. ના વધારા સાથે હાઈટ માપી છે. આ બિલ્ડીંગોની હાઈટ, વગેરેને સર્વે ૯ વર્ષ પછી કરવામાં આવ્યો છે. જેથી પણ કાનૂની માર્ગદર્શિકાઓનુૃ ઉલ્લંઘન કરાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.