Western Times News

Gujarati News

સુરત એસટી વિભાગને ૪ દિ’માં ૨ કરોડ ૧૪ લાખની આવક થઈ

સુરત, એસટી વિભાગને આ વર્ષે દિવાળી ફળી છે. સુરત એસટીએ આ દિવાળીના પર્વે બસ દોડાવવાના પાછલા તમામ વર્ષના રેકર્ડ તોડી નાંખ્યા છે. પાંચથી ૬ દિવસમાં સુરતથી સૌરાષ્ટ્ર, મહેસાણા દાહોદ, ગોધરા, પંચમહાલ તરફ ૧૪૨૧ બસ દોડાવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. એસટી વિભાગે તહેવારોમાં કુલ ૫૫૧૫૮૯ કિલોમીટરની સફર પુરી કરી છે. આ વર્ષે ખરા અર્થમાં એસટીની દિવાળી ફળી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરત એસટી વિભાગને દિવાળી ફળતાં રૂપિયા ૨ કરોડ ૧૪ લાખની આવક થઈ છે. કરોડોની આવક માત્ર ૪ દિવસમાં રળી છે. અત્યાર સુધી કુલ ૧૪૨૧ બસો દોડાવવામાં આવી છે, જેના કારણે કુલ ૫૫૧૫૮૯ કિલોમીટરની સફર એસટી બસોએ પુરી કરી છે. એટલું જ નહીં, ધનતેરશના દિવસે તો સૌરાષ્ટ્ર, મહેસાણા, દોહાદ અને ગોધરા તરફ ૬૨૦ બસ દોડાવી નવો રેકર્ડ બનાવ્યો હતો.

ખાનગી બસના સંચાલકો દિવાળીના તહેવાર તાણે બેફામ લૂંટ ચલાવે છે, અને યાત્રીઓ પાસેથી બમણું ભાડું વસૂલે છે. પરંતુ સરકાર દ્વારા છેલ્લાં બે-ત્રણ વર્ષથી દાહોદ, ગોધરા, પંચમહાલની સાથે સાથે સૌરાષ્ટ્ર, મહેસાણા તરફ પણ સ્પેશિયલ બસ દોડાવવામાં આવી રહી છે.

જેને કારણે સુરત એસટીને સારો પ્રતિસાદ મળ્યો છે. સુરત એસટીએ રોજિંદા ભાડું કરતા માત્ર ૦.૨૫ ટકા વધુ એટલે કે ૧ રૂપિયાને બદલે ૧.૨૫ રૂપિયા ભાડું વસૂલતા બસ બુકિંગ માટે રાફડો ફાટ્યો હતો. આ વર્ષે લોકોએ સરકારી બસ પર પસંદગી ઉતારી છે. અગિયારસથી સ્પેશિયલ બસ દોડાવવાનું શરૂ કરાયું છે દરમિયાન અત્યાર સુધીમાં ૧૩૭૦ બસ ઉપડી ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.