સુરત ખાતે ૪૦૦ વર્ષ જૂનું મંદિર કાળીચૌદશે બંધ રહેશે
સુરત: કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે સુરત ખાતે મહાકાળી મંદિર કાળી ચૌદસે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. સૈયદપુરા મનોહર બાવાના ટેકરા ખાતે આવેલ વર્ષો જૂનુ મહાકાળી મંદિર આ વર્ષે કાળી ચૌદસના દિવસે કોરોનાના સક્રમણ ન ફેલાય તે માટે બંધ રખાશે. ૪૦૦ વર્ષ જૂનું આ મંદિર છે. કાળી ચૌદસે માતાજીના દર્શન કરવાનો મહિમા છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. જોકે વર્ષો જૂની પરંપરા આ વખતે કોરોનાને કારણે બંધ રહેશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ વર્ષે મહાકાળી મંદિર કાળી ચૌદસે બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે. સૈયદપુરા મનોહર બાવાના ટેકરા ખાતે આવેલ વર્ષો જૂનું મહાકાળી મંદિર આ વર્ષે કાળી ચૌદસના દિવસે કોરોના ના સક્રમણ ભક્તોમાં ના ફેલાય તે હેતુસર ભક્તોના હિટ માટે માતાજીના દર્શન માટે મંદિર બંધ રહેશે.
૭ પેઢીથી છેલ્લા ૪૦૦ વર્ષથી મંદિર ખાતે પૂજા કરવામાં આવે છે. વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે કાળી ચૌદસના દિવસે સાંજના આઠ વાગ્યાથી ભક્તોની દર્શન માટે લાંબી કતાર થતી હોય છે જે લગભગ એક કિલોમીટરથી પણ વધારે હોય છે. આશરે દર વર્ષે ૧૦ હજારથી વધારે ભક્તો દર્શનનો લાભ લે છે. આ વખતે કોરોનાને લીધે ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ મંદિરના ટ્રસ્ટ પરિવાર દ્વારા પૂજા અર્ચના ચાલુ રહેશે.