Western Times News

Gujarati News

સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં ૭૬ સાક્ષીની જુબાની પુર્ણ

(એજન્સી) સુરત, શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

જાે કે અત્યાર સુધીમાં કુલ ૭૬ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો હતો. અત્યાર સુધીના તમામ સાક્ષીઓએ ફેનીલને ઓળખી બતાવ્યો છે. આ ઉપરાંત ચપ્પુ જે દુકાનેથી ખરીદાયું હતું તેણે જણાવ્યું કે, આ ચપ્પુ ફેનિલે પ્રોટેક્શ માટે હોવાનું કહીને ખરીદ્યું હતું.

પાસોદરનામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુનો ઘા મારી જાહેરમાં તેની હત્યા કરી નાખી હતી. જેની સમગ્ર ગુજરાતમાં ભારે અસર પડી હતી. હત્યારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ત્યાં અનેક લોકો હાજર હોવા છતા કોઇ ગ્રીષ્માને બચાવી શક્યા નહોતા. જાે કે પોલીસે આરોપીને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

હાલ તે અંગે ઝડપથી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જેમાં આ કેસમાં ગ્રીષ્મા તથા ફેનિલના કોલેજના મિત્રો સહિત કુલ ૧૧ લોકોની જુબાની પણ લેવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૭૬ સાક્ષીઓની જુબાની પુર્ણ થઇ ચુકી છે.

જાે કે આવતીકાલે સોમવારે વદારે ૧૦ સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૯૦ સાક્ષીઓ આ કેસમાં છે. સરકારના પક્ષે મુખ્ય જિલ્લાઅધિકારી વકીલે સાક્ષીઓની સરતપાસ હાથ ધરી હતી.

આ અંગે ગ્રીષ્માના ભાઇ સહિત તેના કાકા અને અન્ય પરિવારના લોકો કે જે સ્થળ પર હાજર હતા તેમની સાક્ષી લેવામાં આવી હતી. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે. જાે કે અત્યાર સુધીમાં કુલ ૭૬ સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.